મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર

Modi governments guarantee: તાજેતરમાં જ ભાજપે પોતાના સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. જેમાં તેના કેટલાક ખાસ સેક્ટર પર વધુ ધ્યાન આપવાની વાત કહી હતી. આજે અમે તમારા માટે તે 25 સ્ટોકની યાદી લાવ્યા છીએ, જેની ભાજપના નેતૃત્વમાં સરકાર બનવા પર અસર જોવા મળી શકે છે. 

મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર

BJP Manifesto Effect On Share: જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. પાર્ટીઓ પોતાના ચૂંટણી ઢંઢેરા રજૂ કરી રહી છે. તાજેતરમાં જ ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો. જેમાં તેને કેટલાક સેક્ટર પર વધુ ધ્યાન આપવાની વાત કહી હતી. આજે અમે તમારા માટે 25 સ્ટોકની યાદી લઇને આવ્યા છીએ. જેની ભાજપના નેતૃત્વમાં સરકાર બનતાં અસર જોવા મળી શકે છે. એક લાઇનમાં કહીએ તો આ 25 તે સ્ટોક છે, જેની સીધી અસર મોદીની ગેરન્ટીની પડશે. 

આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

આગામી નવી સરકારમાં ભાજપનું ફોકસ એફોર્ડેબલ હાઉસિંગ (AH) પર જોવા મળશે, જે હુડકો, મેટલ્સ, NBFC અને સિમેન્ટ (અલ્ટ્રાટેક અને અંબુજા સિમેન્ટ)ના શેરને અસર જોવા મળી શકે છે.

પર્યટન ક્ષેત્રમાં પણ સરકાર ઝડપથી કામ કરશે, જેની અસર હોટલ સાથે જોડાયેલા શેર, વિમાન ઉદ્યોગ અને એનબીએફસીના શેર પર જોવા મળશે. 

નવી સરકાર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (નવું અને એડવાન્સ) સુધારવા પર કામ કરશે. તેની અસર APL Apollo, JTL, Surya, Hi-Tech જેવા સ્ટીલ ખેલાડીઓના શેર પર જોવા મળશે.

સરકારે EV સેક્ટરને નવી દિશા આપવાની વાત કરી છે, જેની અસર ઓટો ઉત્પાદકો (ટાટા મોટર્સ, ટીવીએસ મોટર) અને NBFCs (શ્રીરામ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ અને ચોલા)ના શેરમાં જોવા મળી શકે છે. જ્યારે સરકાર EV પર ફોકસ કરશે ત્યારે ઓટો પાર્ટ્સ સપ્લાયર્સ સાથે સંકળાયેલી કંપનીઓના શેરને પણ અસર થશે. જેનો ફાયદો મધરસન અને સોના BLW જેવી કંપનીઓને થશે.

મુદ્રા લોનની લિમિટમાં સરકારે વિસ્તારની વાત કહી છે, જેથી પીએસબી, એસએફબી અને એમએફઆઇના શેરમાં તેજી જોવા મળી શકે છે. 

એમએસએમઈને નવી દિશા આપવાનું કામ કરવાની વાત પણ ભાજપ તરફથી કહેવામાં આવી છે. જેની સીધી અસર શ્રીરામ ફાઇનાન્સ, માસફિન (NR) અને બજાજ ફાઇનાન્સના શેર પર પડશે.

નવી સરકાર કુદરતી ગેસ પર પણ કામ કરશે, જેના કારણે ગેસ ગેઇલ, પેટ્રોનેટ LNG, IGL, મહાનગર ગેસ, ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ એન્ડ પાઇપ્સ (વેલસ્પન કોર્પ, મહારાષ્ટ્ર સીમલેસ, રત્નમણિ મેટલ્સ)ના શેરમાં વધારો જોવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news