16 વર્ષની ઉંમરે નક્કી કર્યું હતું અબજોપતિ બનીશ! ભણ્યો નહીં પણ અંબાણીથી આગળ છે આ ગુજરાતી

મુકેશ અંબાણી નહીં પણ ગુજરાતના આ બિઝનેસ છે માર્કેટના બેતાજ બાદશાહ. બિઝનેસની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે તેમનું નામ. તેમની પાસે એક નહીં અનેક કંપનીઓ છે. ઢંગલાબંધ કંપનીઓના શેર ચમકે છે માર્કેટમાં...મૂળ અમદાવાદી છે આ ધનકુબેર...

16 વર્ષની ઉંમરે નક્કી કર્યું હતું અબજોપતિ બનીશ! ભણ્યો નહીં પણ અંબાણીથી આગળ છે આ ગુજરાતી

Adani Group : 'ગુજરાતનો વિરલો' : 16 વર્ષની ઉંમરે જ નક્કી હતો ગોલ કે અબજોપતિ બનીશ, ભણ્યો નહીં પણ આજે અંબાણીને પછાડી દીધા...અહીં વાત થઈ રહી છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને (Gautam adani)આજે પણ લોકો પૂછે છે કે તેઓ મુંબઈ કેમ ગયા અને અભ્યાસ કેમ પૂરો ન કર્યો? જેનો જવાબ દરેક યુવાન દિલમાં રહેલો છે જેઓ બાઉન્ડ્રીને અવરોધો તરીકે નહીં પણ પડકાર તરીકે જુએ છે.

ગૌતમ અદાણી માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમને પ્રથમ બાઉન્ડ્રી તોડવાનો નિર્ણય કર્યો. અદાણી કેટલીય વાર જાહેરમાં કહે છે કે  મેં જેટલું શિક્ષણ મેળવ્યું હતું તેટલા શિક્ષણની સાથે જ મારે મુંબઈમાં અજ્ઞાત ભવિષ્ય તરફ આગળ વધવાનું હતું. 2014માં પીએમ મોદીના (PM MODI) નેતૃત્વમાં દેશમાં ગુડ ગવર્નસ અને મોટા સુધારા આવ્યા. આ બધાં વર્ષો ભારતની અદ્ભુત યાત્રામાં ટર્નિંગ પોઈન્ટ તરીકે ઊભા રહ્યા છે.

અદાણીએ આ વાત મુંબઈની જય હિંદ કોલેજમાં શિક્ષક દિવસના કાર્યક્રમમાં કહી હતી. તેમના ભાષણ દરમિયાન અદાણીએ કહ્યું, હું આજે અહીં ઉભો છું, વિનમ્ર અને આભારી છું. ગુજરાતમાંથી મુંબઈ આવ્યા બાદ તેમણે આ કોલેજમાંથી વર્ષ 1977-78માં અભ્યાસ કર્યો હતો.

અદાણી ગ્રુપના ચેરમેન એશિયાના બીજા સૌથી ધનિક બિઝનેસમેન છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 82.4 બિલિયન ડોલર (લગભગ 6.92 લાખ કરોડ રૂપિયા) છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 21મા નંબર પર છે. અદાણી ગ્રૂપનું સામ્રાજ્ય કોલસાના વેપાર, ખાણકામ, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન અને વિતરણ સુધી ફેલાયેલું છે.

ગયા વર્ષે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ કંપનીના મોટાભાગના શેરની કિંમત અડધાથી વધુ ઘટી ગઈ હતી. સંસદથી લઈને શેરીઓ સુધી હોબાળો થયો. જો કે, હવે આ શેરોના ભાવમાં વધારો થયો છે. હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ (Gautam adani)સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. સેબી આ મામલે તપાસ કરી રહી હતી.

હીરા ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવ્યું: 24 જૂન 1962ના રોજ જન્મેલા ગૌતમ અદાણી (Gautam adani) ગુજરાતના છે. 1980ના દાયકાની શરૂઆતમાં તેણે મુંબઈના હીરા ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવ્યું અને  ભાઈના પ્લાસ્ટિકના વ્યવસાયને ચલાવવા માટે ગુજરાત પાછા ફર્યા. આ પછી અદાણી ગ્રૂપની શરૂઆત 1988માં એક નાની એગ્રી ટ્રેડિંગ ફર્મ સાથે થઈ હતી.

તે હવે કોલસાના વેપાર, ખાણકામ, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન અને વિતરણમાં ફેલાયેલા ગ્રૂપમાં પરિવર્તિત થઈ ગયું છે. અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી, એરપોર્ટ, ડેટા સેન્ટર અને સિમેન્ટ ઉદ્યોગમાં પણ છે. ગૌતમ અદાણીએ તેમના જૂથને વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી ઉત્પાદક બનાવવા માટે 2030 સુધીમાં કુલ $70 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

અદાણી ફાઉન્ડેશનની સ્થાપના 1996માં તેમના પત્ની પ્રીતિ અદાણીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેણે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક કાર્યક્રમો પર કામ કર્યું છે. અદાણી ગ્રુપની ( Adani Group ) વેબસાઈટ અનુસાર, હાલમાં આ ફાઉન્ડેશન દેશના 18 રાજ્યોમાં વાર્ષિક 34 લાખ લોકોના ઉત્થાનમાં મદદ કરી રહ્યું છે. પ્રીતિ અદાણી વ્યવસાયે ડૉક્ટર છે, જેમણે ડેન્ટલ સર્જરી (BDS)માં ગ્રેજ્યુએશન કર્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ એક વર્ષમાં 95% વધીને રૂ. 11.62 લાખ કરોડ થઈ છે. અદાણી પરિવારે છેલ્લા એક વર્ષમાં તેની કુલ સંપત્તિમાં રૂ. 5,65,503 કરોડનો વધારો કર્યો છે.

અદાણી પરિવાર અંબાણી પરિવારને પછાડી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. અંબાણી પરિવારની સંપત્તિ 10.15 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં 25% નો વધારો થયો છે. 'હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024' અનુસાર, 'હિંડનબર્ગના આરોપો છતાં, ગૌતમ અદાણી અને પરિવારે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં 95% વૃદ્ધિ હાંસલ કરી છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news