ગૌતમ અદાણીએ રચ્યો ઈતિહાસ, દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે.

ગૌતમ અદાણીએ રચ્યો ઈતિહાસ, દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. આ યાદીમાં ફ્રાંસના ઊદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 149.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે. 
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 273.5 અબજ ડોલરની સાથે પહેલા નંબરે છે. 

ઘરેલુ શેરબજારમાં ગુરુવારે નબળાઈ આવી પરંતુ આમ છતાં અદાણી જૂથની કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી. અદાણી ગ્રુપની સાતેય લિસ્ટેડ કંપનીઓના શેરોમાં તેજી આવી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં સૌથી વધુ 4.97 ટકા તેજી આવી. અદાણી ટ્રાન્સમિશનમાં 3.27 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકા, અદાણી પોર્ટ્સમાં 2.21 ટકા, અદાણી પાવરમાં 3.45 ટકા અને અદાણી વિલ્મરમાં 3.03 ટકા તેજી આવી.  Forbes ની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ ગુરુવારે અદાણીની નેટવર્થમાં પાંચ અબજ ડોલરનો ઉમેરો થયો. જ્યારે આરનોલ્ટની નેટવર્થમાં 3.1 અબજ ડોલર અને બેજોસની નેટવર્થમાં 2.3 અબજ ડોલરનો ઘટાડો  થયો. 

Gautam Adani की ताज़ा खबरे हिन्दी में | ब्रेकिंग और लेटेस्ट न्यूज़ in Hindi  - Zee News Hindi

આજે તેમનું ગ્રુપ કોઈલથી લઈને પોર્ટ્સ, મીડિયા, સીમેન્ટ, એલુમિના, અને ડેટા સેન્ટર સુધીના કારોબારમાં છે. અદાણી ગ્રુપ માર્કેટ કેપ પ્રમાણી દેશનો બીજુ સૌથી મોટું ગ્રુપ બની ગયું છે. આ ગ્રુપ દેશના સૌથી મોટા પ્રાઈવેટ સેક્ટર પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર છે. આ સાથે જ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને કોઈલ માઈનિંગમાં પણ તે પહેલા નંબરે છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70અબજ ડોલર રોકાણની પણ જાહેરાત કરી છે. 

ગૌતમ અદાણીનો જનમ ગુજરાતમાં થયો હતો. કોલેજ છોડ્યા બાદ તેઓ કિશોરઅવસ્થામાં જ મુંબઈ જતા રહ્યા અને પોતાના ગૃહ રાજ્ય પાછા ફરતા પહેલા તેમણે હીરા કારોબારમાં કામ કર્યું. તેમણે વૈશ્વિક વેપારમાં પોતાની શરૂઆત ભાઈ સાથ પ્લાસ્ટિક વ્યવસાય માટે પોલીવિનાઈલ ક્લોરાઈડ (PVC) ની આયાત સાથે કરી. 1988માં તેમણે વસ્તુઓની આયાત અને નિકાસ માટે સમૂહની પ્રમુખ કંપની અદાણી એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી. 

Gautam Adani News in Gujarati, Latest Gautam Adani news, photos, videos | Zee  News Gujarati

અદાણી એન્ટરપ્રાઈઝે 1994માં ગુજરાત સરકાર પાસે મુંદ્રા પોર્ટ પર પતોાના સ્વયંના કાર્ગોને સંભાળવા માટે એક પોર્ટ સુવિધા સ્થાપિત કરવા માટે મંજૂરી લીધી હતી. પ્રોજેક્ટમાં ક્ષમતાને જોતા અદાણીએ તેને એક કોમર્શિયલ પોર્ટમાં ફેરવવાનો નિર્ણય લીધો. તેમણે ભારતમાં સૌથી મોટા પોર્ટ બનાવવા માટે સમગ્ર ભારતમાં 500થી વધુ લેન્ડલોર્ડ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરીને રેલવે અને રોડ સંપર્ક બનાવ્યો. અદાણીએ 2009માં વીજળી ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news