ઓપન થતાં પહેલા 95% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પ્રાઇઝ બેન્ડ 190, 5 જુલાઈથી કરી શકો છો રોકાણ

Ganesh Green Bharat IPO: જો તમે કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમાચાર માટે સારા સમાચાર છે. 5 જુલાઈથી ગણેશ ગ્રીન ભારતનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. 

ઓપન થતાં પહેલા 95% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પ્રાઇઝ બેન્ડ 190, 5 જુલાઈથી કરી શકો છો રોકાણ

નવી દિલ્હીઃ શેર બજારમાં આઈપીઓમાં પૈસા લગાવી કમાણી કરતા લોકો માટે સારા સમચાાર છે. પાંચ જુલાઈએ વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ ગણેશ ગ્રીન ભારતનો છે. ગણેશ ગ્રીન ભારતનો આઈપીઓ 5 જુલાઈએ ઓપન થશે અને તમે તેમાં 9 જુલાઈ સુધી દાવ લગાવી શકો છો. તેની પ્રાઇઝ બેન્ડ 190 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

શું ચાલી રહ્યો છે GMP?
ગ્રે માર્કેટમાં ગણેશ ગ્રીન ભારતનો આઈપીઓ 180 રૂપિયા પ્રીમિયમ પર છે. એટલે કે કંપનીના શેર 190 રૂપિયાની પ્રાઇઝ બેન્ડના મુકાબલે 370 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 95 ટકા જેટલો ફાયદો થઈ શકે છે. 

કંપનીનો કારોબાર
નોંધનીય છે કે કંપનીને સૌભાગ્ય યોજના, કુસુમ યોજના અને સૌર સુજલા યોજના જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે પરિયોજનાઓને એક્ઝિક્યુટ કરી છે. ગણેશ ગ્રીન ભારત સોલર અને વીજળીના સામાનોની સપ્લાય, સ્થાપના, પરીક્ષણ અને કમીશનિંગ (એસઆઈટીસી) માં સેવાઓની ચેન પ્રોવાઇડ કરાવે છે. કંપનીનો કારોબાર ઘણા સેક્ટરમાં છે, જેમ કે સોલર સિસ્ટમ અને સંબંધિત સેવાઓ, વિદ્યુત ઓર્ડર સેવાઓ, જળ આપૂર્તિ યોજના પરિયોજનાઓ, સોલર ફોટોવોલ્ટિક (પીવી) મોડ્યૂલના નિર્માતા. 

તેની સહાયક કંપની સૌરજ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, 192.72 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે સૌર ફોટોવોલ્ટિક મોડ્યૂલના નિર્માણમાં સામેલ છે. માર્ચ 2024 સુધી કંપનીને સોલર સિસ્ટમ માટે 17 વર્ક ઓર્ડર, ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટિંગ સેવાઓ માટે 7 વર્ક ઓર્ડર અને જળ આપૂર્તિ યોજનાઓ માટે 2 વર્ક ઓર્ડર પૂરા કરી લીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news