જાણો કેમ RBI Governor શક્તિકાંત દાસે રાજ્યોને આપી પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની સલાહ!
મોંઘવારી આરબીઆઇ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની છે. મોંઘવારી જ એકમાત્ર કારણ છે જેના લીધે એક મહિનાની અંદર બે વાર આરબીઆઇએ રેપો રેટ વધારવા માટે મજબૂર થવું પડ્યું છે. ફક્ત એક મહિનાની અંદર આરબીઐએ બે તબક્કામાં 90 બેસિસ પોઇન્ટનો વધારો કરી 4 ટકાથી 4.90 ટકા કરી દીધો. જેના લીધે લોન મોંઘી બની છે.
Trending Photos
RBI Upon VAT Cut On Petrol Diesel: આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે રાજ્યોને પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવાની અપીલ કરી છે. વધતી જતી મોંઘવારીના ધ્યાનમાં રાખતાં લોન મોંઘી કરવા માટે મજબૂર આરબીઆઇ ગર્વનરે કહ્યું કે જો રાજ્ય પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડે છે તો તેનાથી મોંઘવારીમાં ઘટાડો લાવવામાં મદદ મળશે. જોકે કેન્દ્ર સરકારે 21 મે 2022 ના રોજ પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અત્યાર સુધી 6 રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે જેમાં કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશ છે. પરંતુ દેશના મોટાભાગના રજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી ત્યારબાદ આરબીઆઇ ગર્વનરને વેટમાં ઘટાડો કરવા માટે કહેવું પડ્યું છે.
મોંઘવારી બની માથાનો દુખાવો
મોંઘવારી આરબીઆઇ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની છે. મોંઘવારી જ એકમાત્ર કારણ છે જેના લીધે એક મહિનાની અંદર બે વાર આરબીઆઇએ રેપો રેટ વધારવા માટે મજબૂર થવું પડ્યું છે. ફક્ત એક મહિનાની અંદર આરબીઐએ બે તબક્કામાં 90 બેસિસ પોઇન્ટનો વધારો કરી 4 ટકાથી 4.90 ટકા કરી દીધો. જેના લીધે લોન મોંઘી બની છે. સામાન્ય લોકો પહેલાં જ કમરતોડ મોંઘવારીથી પરેશાન હતા ત્યારે હવે મોંઘા ઇએમઆઇ તેમના ઘરનું બજેટ બગાડી રહ્યા છે. જોકે વધતી જતી મોંઘવારી પર આરબીઆઇની સલાહ બાદ મોદી સરકારે 21 મે 2022 ના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા તો ડીઝલ પર 6 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડ્યો છે. જોકે મોટાભાગના રાજ્યોએ વેટમાં કોઇ ઘટાડો કર્યો નથી. ત્યારબાદ બુધવારે પોલિસી સ્ટેટમેંટ વાંચતાં આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે આ કહેવા માટે મજબૂર થવું પડ્યું હતું કે રાજ્ય જો પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડે છે તેનાથી મોંઘવારીમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
પેટ્રોલ 3 રૂપિયા તો ડીઝલ 2 રૂપિયા થઇ શકે છે સસ્તું!
દેશની સૌથી મોટી એસબીઆઇએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા હતા તો રાજ્યોને 49,229 કરોડ રૂપિયાનો વધારાનો નફો પેટ્રોલ ડીઝલ પર વેટ વસૂલી થયો હતો. અને એક્સાઇઝ ડ્યૂટી ઘટતાં તેમને 15,021 કરોડ રૂપિયાનું રેવન્યૂ નુકસાન થયું હશે. એટલે કે રાજ્યો પાસે હજુ પણ અવસર છે કે તે 34,208 કરોડ રૂપિયાની વધારાના રેવેન્યૂ જે તેમણે વેટ દ્રારા કમાઇ છે તેને છોડી શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણાને સૌથી વધુ ફાયદો થયો છે.
જોકે રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ પર એદ-વેરોલમ વેટ વસૂલે છે. એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે તો વેટ આપમેળે વધતો જાય છે. અને જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે છે તો આપમેળે વેટ ઓછો થતો જાય છે. એસબીઆઇના ચીફ ઇકોનોમિકસ્ટ સૌમ્યા કાંતિ ઘોષના અનુસાર રાજ્ય સરકારો હજુ પણ ડીઝલ પર 2 રૂપિયા અને પેટ્રોલ પર 3 રૂપિયા વેટ ઘટાડી શકે છે અને તેમના રેવેન્યૂ કલેક્શનના અનુમાન પર કોઇ ફરક નહી પડે.
વેટ ઘટાડવાના ફાયદા
આરબીઆઇ ગર્વનર ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં કહ્યું કે આરબીઆઇએ શહેરી વિસ્તારોમાં ઘરોમાં જે સર્વે કરાવ્યો છે તેના અનુસાર 21 મે 2022 ના રોજ પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂમાં ઘટાડા બાદ લોકોને મોંઘવારીમાં ઘટાડાની આશા જાગી છે. એવામાં રાજ્ય જો વેટ ઘટાડે છે તો મોંઘવારીમાં વધુ ઘટાડો થઇ શકે છે જેથી લોન મોંઘી થવાનો ખતરો ટળી જશે અને લોકોને મોંઘવારી ઇએમઆઇ સામે ઝઝૂમવું નહી પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે