1 એપ્રિલથી ઘણી વસ્તુઓના ભાવ વધશે અને ઘણી વસ્તુઓ થશે સસ્તી, અહીં જાણો - શું થશે સસ્તું અને શું થશે મોંઘું?

What Will Be Expensive From April 1: બજેટ 2023-24માં કરવામાં આવેલી ઘોષણાઓની અસર નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે. ઘણી વસ્તુઓના ભાવ વધશે અને ઘણી વસ્તુઓ સસ્તી થશે.
 

1 એપ્રિલથી ઘણી વસ્તુઓના ભાવ વધશે અને ઘણી વસ્તુઓ થશે સસ્તી, અહીં જાણો - શું થશે સસ્તું અને શું થશે મોંઘું?

નવી દિલ્હીઃ 31 માર્ચ 2023ના નાણાંકીય વર્ષ 2022-23 સમાપ્ત થઈ જશે અને 1 એપ્રિલ 2023થી નવું નાણાકીય વર્ષ 2023-24 ની શરૂઆત થઈ જશે. તેવામાં બજેટ 2023-24 માં કરવામાં આવેલી જાહેરાત 1 એપ્રિલ, 2023થી લાગૂ થઈ જશે. 1 એપ્રિલ 2023થી ઘણી વસ્તુઓના ભાવ વધી જશે. 1 એપ્રિલથી જે વસ્તુ મોંગી થઈ શકે છે તેમાં પ્રાઇવેટ જેટ, હેલીકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક આઇટમ, પ્લાસ્ટિકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન સામેલ છે. 

નોંધનીય છે કે કેન્દ્રીય બજેટ 2023 દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર કેમેરા લેન્સ અને મોબાઇલ ફોન જેવી વસ્તુ 1 એપ્રિલથી સસ્તી થઈ જશે, જ્યારે રસોઈની ચિમની અને સોના તથા પ્લેટિનમની વસ્તુઓ મોંઘી થશે. 

શું સસ્તું થશે?
જે વસ્તુ સસ્તી થશે તેમાં કેમેરા લેન્સ, પ્રયોગશાળામાં બનેલા હીરા, સેલુલર મોબાઇલ ફોન, લિથિયમ-આયન બેટરી માટે મશીનરી અને ઈવી ઉદ્યોગ માટે કાચો માલ સામેલ છે. 

કસ્ટમ ડ્યુટી ઘટાડવાની અસર
બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રએ કાપડ, ફ્રોઝન મસલ, ફ્રોઝન સ્ક્વિડ, હિંગ, કોકો બીન્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય કેન્દ્રએ મિથાઈલ આલ્કોહોલ, એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો માટે જરૂરી રસાયણો, સેલ્યુલર મોબાઈલ ફોન માટે કેમેરા લેન્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડી હતી.

આયાત ડ્યુટી વધારવાથી ઘણી વસ્તુઓ મોંઘી થશે
કેન્દ્રએ પણ છેલ્લા બજેટમાં અનેક માલસામાન પર આયાત જકાત વધારી હતી અને આયાત જકાત વધારવાનો નિર્ણય રાજકોષીય સમજદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચના ઘડવાના સરકારના ઉદ્દેશ્યને અનુરૂપ આવ્યો હતો.

નાણામંત્રી સીતારમણ અનુસાર રસોઈ ઈલેક્ટ્રિક ચિમની પર કસ્ટમ ડ્યુટી 7.5%થી વધીને 15 ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ પ્રયોગશાળામાં બનેલા હીરાના નિર્માણમાં ઉપયોગ થનાર વસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીને પણ ઘટાડી દીધી છે. 

નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર નિકાસને વેગ આપવા માટે ઝીંગા ફીડ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડશે અને કેન્દ્ર કોપર સ્ક્રેપ પર 2.5 ટકાની કન્સેશનલ બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ચાલુ રાખશે.

1 એપ્રિલથી આ વસ્તુઓ મોંઘી થશે
ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક ચીમની
સોનું
ચાંદીના વાસણો
પ્લેટિનમ
સિગારેટ
જ્વેલરી
આયાતી માલ

આ સિવાય કેન્દ્રએ કેટલીક વસ્તુઓ સસ્તી કરવાનો પણ નિર્ણય લીધો છે જે 1 એપ્રિલ 2023થી લાગુ થશે. આવી કેટલીક વસ્તુઓમાં રમકડાં, સાઇકલ, ટેલિવિઝન અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.

જે વસ્તુઓના ભાવ ઘટશે
રમકડાં
સાયકલ
ટીવી
મોબાઈલ
ઇલેક્ટ્રિક વાહનો
એલઇડી ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news