નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra  Modi)ના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ આજે બીજા દિવસે પણ કેટલીક ઘણી મોટી જાહેરાતો કરી.

નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra  Modi)ના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ આજે બીજા દિવસે પણ કેટલીક ઘણી મોટી જાહેરાતો કરી. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આજે સ્ટ્રીટ વેન્ડર્સ, પ્રવાસી મજૂરો, નાના ખેડૂતો માટે જાહેરાતો કરવામાં આવી. આવો જાણીએ નાણામંત્રીની જાહેરાતોમાં કોને શું મળ્યું- 

- નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન ગરીબો, શ્રમિકો પર છે.

- પ્રવાસી મજૂર જે પરત જઇ રહ્યા છે અને મનરેગા સાથે જોડાશે.

- પરત ફરી રહેલા મજૂરોને મનરેગામાં કામ આપવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.

- પ્રવાસી મજૂરો માટે રાશનની સુવિધા માટે 3500 કરોડ રૂપિયાની જોગવાઇ 8 કરોડ મજૂરો માટે.

- રાજ્ય સરકારો પર લાગૂ કરવાની જવાબદારી. 

- આગામી બે મહિના સુધી દરેક પ્રવાસી મજૂરને 5 કિલો ઘઉ-ચોખા, 1 કિલો ચણા મળશે. 

- વન નેશન, વન રાશન કાર્ડ યોજના લાગૂ કરવામાં આવશે. 

- એક દેશ, એક રાશન કાર્ડ દરેક રાજ્યમાં લાગૂ, માર્ચ 2021 સુધી સંપૂર્ણ લાગૂ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news