Indigo આપે છે શાનદાર ઓફર! હવે માત્ર 915 રૂપિયામાં કરો 63 શહેરોની મુસાફરી!, જાણો વિગતો

જો તમે પણ હવાઈ મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.

Indigo આપે છે શાનદાર ઓફર! હવે માત્ર 915 રૂપિયામાં કરો 63 શહેરોની મુસાફરી!, જાણો વિગતો

નવી દિલ્હી: જો તમે પણ હવાઈ મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે ખુબ જ સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકો છો. ઈન્ડિગો (Indigo) પોતાની 15મી વર્ષગાઠ  (15th Anniversary Sale) પર ગ્રાહકો માટે ખાસ ઓફર રજુ કરી રહ્યું છે. જે હેઠળ તમે ખુબ જ ઓછા પૈસે મુસાફરી કરી શકો છો. જાણો આ ઓફર વિશે....

ઈન્ડિગોએ આપી જાણકારી
ઈન્ડિગોએ આ અંગે જાણકારી આપી છે. કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આ ઓફર હેઠળ તમે ફક્ત 915 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો. મુસાફરો 1 સપ્ટેમ્બર 2021થી 26 માર્ચ 2022 વચ્ચે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. 

ઈન્ડિગો મનાવી રહ્યું છે 15મી વર્ષગાંઠ
વાત જાણે એમ છે કે ઈન્ડિગો પોતાની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જે હેઠળ ગ્રાહકોને આ ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફરનો ફાયદો તમે આજથી એટલે કે 4 ઓગસ્ટથી ઉઠાવી શકો છે. કંપનીના જણાવ્યાં મુજબ આ ઓફરનો બુકિંગ પિરિયડ 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટનો રહેશે. જ્યારે ટ્રાવેલિંગ પિરિયડ 1 સપ્ટેમ્બર 2021થી 26 માર્ચ 2022 સુધી રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આ ઓફરનો લાભ મળી શકશે. (ઓફરની શરૂઆત 915 રૂપિયાથી થાય છે)

HSBC કાર્ડ પર મળશે વધારાનું ડિસ્કાઉન્ટ
આ ઓફર સાથે ગ્રાહકોને HSBC ક્રેડિટ કાર્ડ પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. ગ્રાહકોને 5 ટકા વધારાનું કેશ બેક ડિસ્કાઉન્ટ મળશે જે 3000 રૂપિયાના મિનિમમ ટ્રાન્ઝેક્શન પર મળશે. આ કેશબેક 750 રૂપિયા સુધી હશે. 

— IndiGo (@IndiGo6E) August 4, 2021

ફાસ્ટ ફોરવર્ડની પણ સુવિધા મળશે
આ ખાસ ઓફર સાથે ફાસ્ટ ફોરવર્ડની 6E Flex, 6E Bagport જેવી સુવિધા ફક્ત 315 રૂપિયાના વધારાના પેમેન્ટ પર મળશે. આ ઉપરાંત 315 રૂપિયાની વધારાની ચૂકવણી પર કાર રેન્ટલ સુવિધા પણ મળશે. 

આ 63 શહેરો સાથે કનેક્ટિવિટી
 નોંધનીય છે કે આ મુસાફરી અગરતલા, આગ્રા, અમદાવાદ, આઈઝવાલ, અમૃતસર, ઔરંગાબાદ, બગડોરા, બેંગલુરુ, બેલગામ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, દહેરાદૂન, દિલ્હી, ડિબ્રુગઢ, દીમાપુર, ગયા, ગોવા, ગોરખપુર, ગુવાહાટી, હુબલી, હૈદરાબાદ, ઈમ્ફાલ, ઈન્દોર, જયપુર, જમ્મુ, જોધપુર, જોરહાટ, કન્નૂર, કોચ્ચિ, કોલ્હાપુર, કોલકાતા, કોઝિકોડા, લેહ, લખનૌ, મદુરાઈ, મેંગલુરુ, મુંબઈ, મૈસૂર, નાગપુર, પટણા, પોર્ટ બ્લેર, પ્રયાગરાજ, પુણે, રાયપુર, રાજમુંદરી, રાંચી, શિલોંગ, શિરડી, સિલચર, શ્રીનગર, સૂરત, ત્રિચુરાપલ્લી, તિરુપતિ, ત્રિવેન્દમ, તૂતીકોરિન, ઉદયપુર, વડોદરા, વારાણસી, વિજયવાડા, અને વિશાખાપટ્ટનમથી ટિકિટ બૂક કરાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news