Layoff: Facecbookની પેરેન્ટ કંપની Meta 10,000 કર્મચારીઓની કરશે છટણી, 5000 ઓપન જગ્યાઓ પણ નહીં ભરે

Mark zuckerberg: ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે મંગળવારે જાહેરાત કરી હતી છે કે તેના કર્મચારીઓમાંથી 10,000 કર્મચારીઓને છૂટા કરશે. કંપનીએ 11,000 કર્મચારીઓને છૂટા કર્યાના ચાર મહિના પછી ફરી મોટી છટણી કરી રહી છે.

Layoff: Facecbookની પેરેન્ટ કંપની Meta 10,000 કર્મચારીઓની કરશે છટણી, 5000 ઓપન જગ્યાઓ પણ નહીં ભરે

Facebook parent Meta: વિશ્વમાં સૌથી મોટી બીજી છટણી આવી રહી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે મંગળવારે જાહેરાત કરી હતી છે કે તેના કર્મચારીઓમાંથી 10,000 કર્મચારીઓને છૂટા કરશે. કંપનીએ 11,000 કર્મચારીઓને છૂટા કર્યાના ચાર મહિના પછી ફરી મોટી છટણી કરી રહી છે. કોરોનાની બીજી લહેર બાદ સૌથી મોટી ટેકનોલોજી કંપની બની ગઈ છે. જેને સૌથી વધારે કર્મચારીઓને ઘરભેગા કર્યા છે. 

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને એક સંદેશમાં જણાવ્યું હતું કે, "અમે અમારી ટીમના કદમાં આશરે 10,000 લોકોનો ઘટાડો કરવાની અને અંદાજે 5,000 વધારાની જગ્યાઓ ભરવાના હતા તે બંધ કરી રહ્યાં છીએ."

બીજા રાઉન્ડની છટણીની જાહેરાત
ફેસબુક-પેરેન્ટ મેટા પ્લેટફોર્મ્સે મંગળવારે છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી. તેણે કહ્યું કે તે સામૂહિક છટણીના આ રાઉન્ડમાં 10,000 નોકરીઓ કાપશે. તમને જણાવી દઈએ કે લગભગ 4 મહિના પહેલા કંપનીએ 11 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.

મેટાની સાથે સાથે અમેઝોન, ગૂગલ અને માઈક્રો સોફ્ટ જેવી કંપનીઓએ પણ આર્થિક મંદીનું કારણ આગળ ધરીને છટણીની જાહેરાત કરી છે. અમેઝોને ગત વર્ષે 10 હજાર કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા. આ મહિનાની શરૂઆતમાં જ મેટાએ જાહેરાત કરી હતી કે વર્ષ 2023માં ખર્ચ 89 થી 95 બિલિયન ડોલરની વચ્ચે રહેવાનો અંદાજ છે. મેટા પ્લેટફોર્મ ઇંકના બજેટમાં લેટ લતિફી અને કર્મચારીઓના નોકરીમાં કાપથી કર્મચારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. કંપની પોતાના ખર્ચા ઓછા કરવા માટે નોકરીઓ ઘટાડી રહી છે.

છટણીનું કારણ
ગયા વર્ષે નવેમ્બરમાં છટણી પાછળ કંપની દ્વારા આપવામાં આવેલ કારણ એ હતું કે કંપનીએ વધુ લોકોની ભરતી કરી હતી અને કંપની વૈશ્વિક સ્તરે ઘણા પડકારોનો સામનો કરી રહી છે. હવે ફરી એકવાર છટણી પાછળ આ કારણ જણાવવામાં આવી રહ્યું છે, તેની સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીની ઘટતી કમાણીને વધારવા માટે ખર્ચ ઘટાડવાનો આગ્રહ થઈ રહ્યો છે.

Meta Revenue: કંપનીની કમાણીમાં ઘટાડો
કંપનીનું કહેવું છે કે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક $32.17 બિલિયન હતી અને 2022માં કંપનીની કુલ આવક $116.61 બિલિયન હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીની ચોથા ક્વાર્ટરની કમાણી 4 ટકા ઘટી છે, જ્યારે 2022માં કંપનીની વર્ષ-દર-વર્ષની કમાણી 1 ટકા ઘટી છે.

માત્ર લોકો જ નહીં, રિપોર્ટમાં એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે કંપની તેના કેટલાક પ્રોજેક્ટ્સ પણ બંધ કરી શકે છે. આ ઘટાડો કંપનીના કેટલાક વિભાગોને લક્ષ્ય બનાવશે, તે એક સાથે ન હોઈ શકે, પરંતુ કંપની ધીમે ધીમે આ દિશામાં પણ આગળ વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news