IT રિટર્ન ભરવાની માથાકૂટથી પરેશાન છો? આ રીતે ચપટીમાં ભરાઈ જશે ઈનકમ ટેક્સ

હવે તમારી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર નહીં પડે. સરકારે તમારી સમસ્યાઓને દૂર કરવા માટે શોધી કાઢ્યું છે સૌથી સરળ સમાધાન.

IT રિટર્ન ભરવાની માથાકૂટથી પરેશાન છો? આ રીતે ચપટીમાં ભરાઈ જશે ઈનકમ ટેક્સ

નવી દિલ્લીઃ જો તમે હજુ સુધી તમારો ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ નથી કર્યો હવે વધારે મોડું ના કરતા. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની માથાકૂટ હવે દૂર થઈ જશે. હવે તમે ચમટી વગાડતાની સાથે જ તમારું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. ઈનકમ ટેક્સ વિભાગે ઝડપભેર સરળતાથી ITR File માટે ઝડપટ પ્રોસેસિંગ સેવા શરૂ કરી છે. હવે થોડીક જ મિનિટોમાં તમારું આ મુશ્કેલ કામ એકદમ આસાનીથી થઈ શકે છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ઈનકમ ટેક્સ વિભાગે  ITR-1 અને 4 ની ઝડપી પ્રોસેસિંગ સેવાઓ શરૂ કરી છે. જેની મદદથી તમે AY 2020-21નું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. ઈનકમ ટેક્સ વિભાગે જે જણાવ્યું છેકે, 20 ડિસેમ્બર સુધી અંદાજે 3.69 કરોડ લોકો પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન (AY 2020-21) ફાઈલ કરી ચુક્યા છે. 

— Income Tax India (@IncomeTaxIndia) December 20, 2020

31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
તમને જણાવી દઈએકે, આ વર્ષે કોરોના વાયરસની મહામારી અને તેના લીધે અપાયેલાં લોકડાઉનના કારણે ઈનકમ ટેક્સ વિભાગે  ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખને ઘણી વાર બદલીને પાછી ઠેલી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તમે તમારાં FY 2019-20 માટે  ITR 31 ડિસેમ્બર સુધી ભરી શકો છો. 

ટેક્સમાં રાહત
હાલમાં જ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે  (Nirmala Sitharaman) જણાવ્યું હતુંકે, ડાયરેક્ટ ટેક્સ એસેસમેન્ટની ડેડલાઈન વધારી દેવામાં આવી છે. હવે તેને સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. સાથે જ એમણે જણાવ્યું હતુંકે, TDS,TCSના દરોમાં પણ  25% ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી TDS અને TCS ભરનારાઓને 50 હજાર કરોડની રાહત થશે. ખાસ કરીને નોન સેલેરાઈઝ એટલેકે, બિન પગારદાર લોકોને મોટી રાહત મળશે. એટલેકે, આનાથી પ્રોફેશનલને તુરંત રિફંડ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news