EPFO એ આપી મોટી સુવિધા! આ નિર્ણય બાદ લાખો ગ્રાહકો લેશે રાહતનો શ્વાસ
હાલમાં ઇપીએફઓ (Employee Provident Fund Orgnaisation) એ પોતાના ખાતાધારકોને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે હવે ખાતાધારકો 31 ડિસેમ્બર 2021 પછી પણ ઓનલાઈન જઈને કોઈને પોતાનો નોમિની બનાવી શકશે.
Trending Photos
નવી દિલ્હી: દરેક કામ કરનાર વ્યક્તિ પાસે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ (PF) એકાઉન્ટ હોવું જરૂરી છે. દર મહિને તેમાં કેટલાક રૂપિયા જમા થાય છે. હાલમાં ઇપીએફઓ (Employee Provident Fund Orgnaisation) એ પોતાના ખાતાધારકોને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે હવે ખાતાધારકો 31 ડિસેમ્બર 2021 પછી પણ ઓનલાઈન જઈને કોઈને પોતાનો નોમિની બનાવી શકશે.
EPFO એ એક ટ્વીટ કરી કહ્યું કે ઇપીએફ (EPF) ખાતાધારકો 31 ડિસેમ્બર 2021 પછી પણ કોઈને પણ પોતાનો નોમિની બનાવી શકે છે. EPFO ના અનુસાર ઈ-નોમિનેશન ઓનલાઈન ફાઈલ કરવું ખૂબ જ જરૂરી છે, તેનાથી એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ પછી પ્રોવિડન્ટ ફંડ (Provident Fund), પેન્શન સ્કીમ (Employee Pension Scheme) અને ઈન્સ્યોરન્સના લાભો મેળવવામાં સરળતા રહેશે. સાથે જ નોમિની ઓનલાઇન ક્લેમમાં દાખલ કરી શકશે. આ સાથે જ મેમ્બર્સને પેન્શનના ક્લેમના સેટલમેંટ કરવામાં સરળતા રહેશે.
ઓનલાઇન પણ કરી શકો છો નોમિની જોડવાનું કામ
પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ નોમિનીને ઓનલાઈન ઉમેરવાનું કામ પણ કરી શકે છે. EPFO આ સુવિધા આપે છે કે PF ખાતાધારકો એક કરતા વધુ નોમિનીનું નામ ઉમેરી શકે છે. આ ઉપરાંત, એકાઉન્ટ હોલ્ડર્સ નોમિની દ્વારા પ્રાપ્ત થનાર હિસ્સો પણ નક્કી કરી શકે છે.
પોર્ટલ કામ કરી રહ્યું ન હતું
યુઝર્સની ફરિયાદ બાદ છેલ્લી તારીખમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં, ઘણા ખાતાધારકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે EPFO વેબસાઈટ કામ કરી રહી નથી અને તેથી તેઓ તેમના EPF ખાતામાં નોમિનીનું નામ ઉમેરી શકતા નથી.
એટલા માટે ભરવામાં આવે છે નોમિનીનું નામ
નોમિનીનું નામ ભરવામાં આવે છે જેથી કરીને જો પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ સાથે કંઈક અનહોની બને, તો તે પસંદ કરેલા નોમિનીને ખાતાધારકે અગાઉ નક્કી કર્યા મુજબના તમામ પૈસા આપવામાં આવે છે. પરિવાર માટે આ એક સલામત પગલું ગણવામાં આવે છે.
ઇ-નોમિનીની પ્રોસેસ
સૌથી પહેલાં ઇપીફઓ (EPFO) ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો.
હવે તમારા UAN અને પાસવર્ડના દ્રારા લોગીન કરો.
મેનેજ સેક્શનમાં જઇને લિંક ઇ-નોમિનેશન પર ક્લિક કરો.
હવે નોમિનીનું નામ અને અન્ય જાણકારીઓ ભરો.
એકથી વધુ નોમિની એડ કરવા માટે Add New Button પર ક્લિક કરો.
ત્યારબાદ Save Family Details પર ક્લિક કરતાં પ્રક્રિયા પુરી થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે