રૂપિયા છાપવાનું મશીન છે આ IPO; GMP જોઈને ઉડી જશે હોશ, તમારું રોકાણ થઈ શકે છે બમણું!
Emerald Tyre Manufacturers IPO: આ IPO 5 ડિસેમ્બરે ખુલ્યો હતો અને સબ્સક્રિપ્શન વિન્ડો 9 ડિસેમ્બરે બંધ થઈ ગઈ. એલોર્ટમેન્ટની તારીખની વાત કરીએ તો આ 10 ડિસેમ્બર 2024 છે. જ્યારે લિસ્ટિંગ ડેટ 12 ડિસેમ્બર 2024 હોઈ શકે છે.
Trending Photos
Emerald Tyre Manufacturers: ટાયર બનાવનાર અગ્રણી ભારતીય કંપની એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સ (Emerald Tyre Manufacturers )ની ઈનિશિય પબ્લિક ઓફર (IPO)ને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોમવાર, 9 ડિસેમ્બર, 2024 ના રોજ બપોરે 1:23 વાગ્યા સુધીમાં ઇશ્યૂ 285.14 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPOમાં રિટેલ રોકાણકારો અને બિન-ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સે વિશેષ રસ દાખવ્યો છે.
સબ્સ્ક્રિપ્શન અને લિસ્ટિંગ ડિટેલ્સ
આ IPO 5 ડિસેમ્બરે ખુલ્યો હતો અને સબસ્ક્રિપ્શન વિન્ડો 9 ડિસેમ્બરે બંધ થઈ હતી. ફાળવણીની તારીખ વિશે વાત કરીએ તો આ 10મી ડિસેમ્બર 2024 છે. જ્યારે, લિસ્ટિંગની તારીખ 12 ડિસેમ્બર 2024 હોઈ શકે છે. લિસ્ટિંગ પ્લેટફોર્મની વાત કરીએ તો તે NSE SME છે. જ્યારે, આ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 90-95 રૂપિયા નક્કી કરવામાં આવી છે. લઘુત્તમ 1,200 શેરનો એક લોટ માટે અરજી કરી શકાય છે, જેની કિંમત 1,12,000 રૂપિયા હશે.
GMP જોઈને ઉડી જશે તમારા હોશ
એમેરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રોકાણકારો માટે ખાસ આકર્ષણ બનેલું છે. હાલમાં GMP રૂપિયા 95 છે, જે ઇશ્યૂના ઉપલા પ્રાઇસ બેન્ડની બરાબર છે. એટલે કે, જો વર્તમાન GMP પર લિસ્ટિંગ કરવામાં આવે છે, તો રોકાણકારોને પહેલા જ દિવસે 100% નફો મળી શકે છે, એટલે કે તેમનું રોકાણ સીધું બમણું થઈ જશે.
IPOનું સાઈસ શું છે?
આ IPO કુલ 49.86 લાખ શેરના ફ્રેશ ઈશ્યુ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું કુલ મૂલ્ય રૂ. 47.37 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત 1.99 લાખ શેરની ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે, જેની કિંમત રૂ. 1.89 કરોડ રૂપિયા છે. આઇપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.
કંપનીનું કામ શું છે?
2002 માં સ્થપાયેલ એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સ લિમિટેડ ટાયરોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. કંપનીએ દેશમાં એક મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે અને આ IPO દ્વારા બજારમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, એમેરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સનો IPO રોકાણકારો માટે આકર્ષક સાબિત થઈ રહ્યો છે. GMP ના વર્તમાન વલણ અને રોકાણકારોની ભારે માંગને ધ્યાનમાં લેતા આ IPO રોકાણકારો માટે ઉત્તમ વળતરની આશા લઈને આવ્યું છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે