તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ રૂપિયા

Elon Musk Property: આજે અમે તમને એવા જ એક વ્યક્તિની કમાણી અને પ્રોપર્ટી વિશે જણાવીશું, જે દર સેકન્ડે હજારો રૂપિયા કમાય છે. તમે તેની આવકનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તમે ચા-નાસ્તો પૂરો કરવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય આ વ્યક્તિ કરોડપતિ બની જાય છે.

તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ રૂપિયા

Elon Musk Per Minute Income: તમને આ સાંભળીને યકીન નહીં થાય પણ પૈસો જ પૈસો બનાવે છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક માટે આ વાત 100 ટકા સાચી સાબિત છે. તેમણે તેમના ભાઈ સાથે એક નાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે તે દર કલાકે 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તમે અને હું નાસ્તો પૂરો કરીશું ત્યાં સુધીમાં મસ્કના ખાતામાં 1 કરોડ રૂપિયા આવી જશે. આપણે આખી જિંદગી કમાઈશું તો પણ આટલા રૂપિયા ભેગા નહીં કરી શકીએ. 

દર સેકન્ડે હજારો રૂપિયા કમાય છે
ગરીબ અને અમીરો વચ્ચે ખાઈ વધી રહી છે. દુનિયામાં 2 ટંકનું ભોજન ન મેળવનાર લોકોની સંખ્યા કરોડોમાં છે ત્યાં એક મીનિટમાં લાખો કમાનારની સંખ્યા પણ ઓછી નથી. આ દુનિયામાં કેટલાક લોકો પાસે એટલા બધા રૂપિયા છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. આજે અમે તમને એવા જ એક વ્યક્તિની કમાણી અને પ્રોપર્ટી વિશે જણાવીશું, જે દર સેકન્ડે હજારો રૂપિયા કમાય છે. તમે તેની આવકનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તમે ચા-નાસ્તો પૂરો કરવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય આ વ્યક્તિ કરોડપતિ બની જાય છે. 

એલોન મસ્કની મુખ્યત્વે 3 મોટી કંપનીઓ
અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની. આજે મસ્કની કંપનીઓ જમીનથી આકાશ સુધી રાજ કરી રહી છે. મસ્કની કંપની કારથી લઈને સેટેલાઇટ સુધી દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહી છે. જોકે એલોન મસ્કની મુખ્યત્વે 3 મોટી કંપનીઓ છે, પરંતુ તે ત્રણેય કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર છે. અમે અહીં ટ્વિટર એટલે કે X અથવા ટેસ્લા અને SpaceX (Tesla, X.com અને SpaceX) વિશે વાત કરી રહ્યાં છીએ. આ કંપનીઓના CEO એલોન મસ્ક દર કલાકે કરોડો રૂપિયા છાપે છે. આ કંપનીઓનો બિઝનેસ જગતમાં ડંકો વાગે છે. 

પ્રતિ કલાકની કમાણી 3 કરોડ રૂપિયા
તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એલોન મસ્ક લગભગ $199 બિલિયનના માલિક છે, જે અમીરોની યાદીમાં ટોચ પર છે. તેમની પ્રતિ મિનિટ કમાણી લગભગ 5 લાખ રૂપિયા છે અને તેની પ્રતિ કલાકની કમાણી 3 કરોડ રૂપિયા છે. સામાન્ય રીતે વ્યક્તિને ચા અને નાસ્તો પૂરો કરવામાં 15 થી 20 મિનિટનો સમય લાગે છે. આટલા ઓછા સમયમાં એલોન મસ્ક કરોડપતિ બની જાય છે. તેમની દૈનિક કમાણી 82.31 કરોડ રૂપિયા છે, જ્યારે તે દર અઠવાડિયે લગભગ 576 કરોડ રૂપિયા કમાય છે.

મસ્કનો કઈ કંપનીમાં કેટલો હિસ્સો...
એલોન મસ્ક આ ત્રણેય કંપનીઓના સંપૂર્ણ માલિક નથી, બલ્કે તેમની પાસે માત્ર થોડી હિસ્સેદારી છે. આમ છતાં તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લામાં મસ્કનો 20.5 ટકા હિસ્સો છે. આ ઉપરાંત, તેમની પાસે સેટેલાઇટ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતી કંપની સ્ટારલિંકમાં 54 ટકા હિસ્સો છે, સ્પેસએક્સમાં 42 ટકા હિસ્સો છે અને X એટલે કે ટ્વિટરમાં મસ્કનો 74 ટકા હિસ્સો છે. આ સિવાય બોરિંગ કંપનીમાં 90 ટકા હિસ્સો, XAIમાં 25 ટકા હિસ્સો અને ન્યુરોલિંકમાં 50 ટકા હિસ્સો છે.

આ રીતે મસ્ક કરે છે કમાણી
એલોન મસ્ક ભાઈ કિમ્બલ સાથે તેની પ્રથમ કંપની Zip2 બનાવી હતી. જે એક ઓનલાઈન બિઝનેસ ડિરેક્ટરી હતી. 1999 માં તેમણે આ કંપની કોમ્પેક ગ્રુપને $307 મિલિયનમાં વેચી દીધી હતી. આમાંથી મસ્કને 22 મિલિયન ડોલર પણ મળ્યા અને તેમણે F1 સુપરકાર મેન્યુફેક્ચરિંગ કંપની McLaren (McLaren F1 supercar)માં 1 મિલિયન ડોલરનું રોકાણ કર્યું. આ પછી મસ્કે બેંકિંગ સ્ટાર્ટઅપ બનાવ્યું અને તેને PayPal સાથે મર્જ કર્યું. 2002માં eBay એ PayPal ને ખરીદ્યું અને મસ્ક આ સોદામાંથી $180 મિલિયન કમાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news