Edible Oil Price: દિવાળી પહેલાં જનતાને રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કિંમત
Edible Oil Price Down: દિવાળી પહેલાં સામાન્ય જનતા માટે રાહતના સમાચારા છે. દિવાળી અને છઠ્ઠ પૂજા (Diwali & Chhath puja) ખાદ્ય તેલ (Edible oil price down) સસ્તુ થઇ ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: Edible Oil Price Down: દિવાળી પહેલાં સામાન્ય જનતા માટે રાહતના સમાચારા છે. દિવાળી અને છઠ્ઠ પૂજા (Diwali & Chhath puja) ખાદ્ય તેલ (Edible oil price down) સસ્તુ થઇ ગયું છે. તહેવારની સિઝન (Festival season) માં લોકોને રાહત આપતાં અદાણી વિલ્મર (adani wilmar) અને રૂચિ સોયા (Ruchi soya) ઇંડસ્ટ્રીઝ સહિત મુખ્ય ખાદ્ય તેલ કંપનીઓ (Edible oil price) ના જથ્થાબંધ ભાવમાં 4-7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
આ કંપનીઓને ખાદ્ય ઓઇલને કર્યું સસ્તું
ઉધોગ એકમ સોલ્વેંટ એક્સટ્રૈક્ટર્સ એસોસિએશન (SEA) એ જણાવ્યું કે બાકી બીજી કંપનીઓ પણ જલદી જ આ પ્રકારે પગલાં ભરી શકે છે. એએસઇએ જણાવ્યું કે ખાદ્ય તેલની જથ્થા બંધ દરમાં ઘટાડો કરનાર કંપનીઓમાં જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ (હૈદ્બાબાદ), મોદી નેચરલ્સ (દિલ્હી) , ગોકુલ રિફોઇલ્સ એન્ડ સોલ્વેંટ લિમિટેડ (સિદ્ધપુર) વિજય સોલ્વેક્સ લિમિટેડ (અલવર) ગોકુલ એગ્રો રિસોર્સેઝ લિમિટેડ અને તેમના પ્રોટીંસ પ્રાઇવેટ લિમિટેડ (અમદાવાદ) સામેલ છે.
તહેવારોમાં ઘટાડ્યા ભાવ
એસઇએએ તહેવારો દરમિયાન ગ્રાહકોને વધુ ભાવમાંથી રાહત આપવા માટે આમ કરવાની અપીલ કરી. ત્યારબાદ આ કંપનીઓએ જથ્થાબંધ ભાવમાં ઘટાડો કર્યો છે. એસઇએ અધ્યક્ષ અતુલ ચર્તુવેદીએ કહ્યું કે 'ઉદ્યોગ પાસે પ્રતિક્રિયા ખૂબ ઉત્સાહજનક છે. તે પહેલાં પણ જથ્થાબંધ ભાવમાં 4,000-7,000 રૂપિયા પ્રતિ ટન (4-7 રૂપિયા પ્રતિ લીટર)નો ઘટાડો કરી ચૂકી છે અને બાકી કંપનીઓ પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે.
આગળ પણ ઘટી શકે છે તેલના ભાવ
ચર્તુવેદીએ જણાવ્યું કે આ વર્ષે ઘરેલૂ સોયાબીન અને મગફળીનો પાક વધુ થયો છે, જ્યારે સરસવની વાવણીનો રિપોર્ટ પણ સારો છે અને ભરપૂર રૈપસીડ પાક થવાની આશા છે.એવામાં ઓઇલની કિંમત આગળ પણ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિશ્વ ખાદ્ય ઓઇલ સપ્લાયર્સની સ્થિતિમાં પણ સુધારો થઇ રહ્યો છે જેથી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ ઘટાડો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે