Driving License અંગે મહત્વના સમાચાર, હવે આ 30 ડોક્યુમેન્ટમાંથી ગમે તે એક હશે તો પણ બની જશે DL

Driving License: હવે જલદી તમારી પાસે એવા 30 ડોક્યુમેન્ટની યાદી હશે જેમાંથી કોઈ પણ એક પુરાવા દ્વારા લાઈસન્સ બનાવડાવી શકાશે કે પછી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 

Driving License અંગે મહત્વના સમાચાર, હવે આ 30 ડોક્યુમેન્ટમાંથી ગમે તે એક હશે તો પણ બની જશે DL

Driving License: જો તમારે પણ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનું હોય કે પછી વ્હીકલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવડાવવાનું હોય તો તમારા માટે સારા સમાચાર છે. આ બંને કામ માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે. તમારે નામ, એડ્રસ, ઉંમર, જેવી માહિતી વેરિફાય કરાવવાની હોય છે. હવે જલદી તમારી પાસે એવા 30 ડોક્યુમેન્ટની યાદી હશે જેમાંથી કોઈ પણ એક પુરાવા દ્વારા લાઈસન્સ બનાવડાવી શકાશે કે પછી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 

પરિવહન મંત્રાલયે બહાર પાડી ડ્રાફ્ટ યાદી
રોડ પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે માન્ય ડોક્યુમેન્ટ્સનું ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં નામ, એડ્રસ, ઉંમરની ચકાસણી કરવા માટે 30 આઈડી સામેલ છે. આ દસ્તાવેજોમાંથી કોઈ પણ એકને પુરાવા રૂપે લાઈસન્સ માટે લાઈ શકાય છે. મંત્રાલયે તેના પર રાજ્યો સહિત તમામ સ્ટેક હોલ્ડર્સ પાસે 10 મે સુધી સૂચનો માંગ્યા છે. MoRTH નું માનવું છે કે તેનાથી લોકોને સરળતા રહેશે. 30 ડોક્યુમેન્ટ્સમાં ટ્રાન્સજેન્ડર્સ માટે સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ટિફિકેટ્સ પણ માન્ય હશે. આ નિયમથી લોકોને પોતાની ઉંમર, એડ્રસ, નાગરિકતા, વગેરે સાબિત કરવા માટે અનેક વિકલ્પ ઉપલબ્ધ થશે. 

મંત્રાલયે 24 એપ્રિલના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે નાગરિકોની સુવિધા માટે મંત્રાલય એક પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે પ્રુફ ઓફ આઈડી, એડ્રસ પ્રુફ અને પ્રુફ ઓફ એજ/ ડેટ ઓફ બર્થ માટે સબમિટ કરાતા ડોક્યુમેન્ટ્સનો દાયરો વધારવામાં આવી રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્સની યાદી તે ડોક્યુમેન્ટ્સમાંથી લેવાઈ છે જે UIDAI આધાર અપડેટ કરવા માટે માંગે છે. 

30 ડોક્યુમેન્ટની યાદી...

No description available.

No description available.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news