આ ગુજરાતીએ બાળકોના પેન્સિલ-રબ્બર વેચી ઊભી કરી 4 હજાર કરોડની કંપની, હવે IPO લાવવાની તૈયારી
ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ જલદી પોતાનો આઈપીઓ લાવવાની છે. આજે ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ 4000 કરોડની કંપની બની ચુકી છે. કંપનીની શરૂઆત ખુબ નાના પાયે થઈ હતી. આજે કંપનીના પ્રોડક્ટ્સ અનેક દેશોમાં સપ્લાય થાય છે. કંપની હવે આઈપીઓ દ્વારા 1200 કરોડનું ભંડ ભેગુ કરવા ઈચ્છે છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો કંઈપણ મુશ્કેલ નથી. એક વ્યક્તિએ બાળકોને પેન્સિલ અને ઈરેઝર વેચીને 4000 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી. એક સમયે ખૂબ જ ઓછી મૂડીથી શરૂ થયેલી આ કંપની આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. આ કંપનીનું નામ ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ છે. તેની શરૂઆત વર્ષ 1975માં રસિકભાઈ રવેસિયા અને મનસુખલાલ રાજાણીએ કરી હતી. જેણે વર્ષ 2005માં ફ્લેગશિપ બ્રાન્ડ DOMS લોન્ચ કરી હતી. બાળપણમાં પેન્સિલ-ઇરેઝર અને શાર્પનરનો ઉપયોગ કરનારાઓને DOMSનું નામ ચોક્કસપણે યાદ હશે. તે સ્ટેશનરી બ્રાન્ડ છે. હવે કંપની ટૂંક સમયમાં જ તેનો IPO બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે.
તાજેતરમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝે (Doms Industries)એ ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી 1200 કરોડ રૂપિયા ભેગા કરવાના લક્ષ્યની સાથે માર્કેટ રેગુલેટર SEBI ની સાથે એક ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાખલ કર્યા છે. આવો તમને જણાવીએ આ કંપનીની શરૂઆત કઈ રીતે થઈ હતી.
આ રીતે થઈ શરૂઆત
ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝની શરૂઆત ગુજરાતમાં એક નાની પેન્સિલ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે થઈ હતી. આજે કંપની ભારતમાં 15થી વધુ પ્રોડક્શન ફેસિલિટીઝ ચલાવે છે. પેન્સિલ, ઇરેઝર અને રૂલર સગિત તેની પ્રોડક્ટ્સ 50થી વધુ દેશોમાં સપ્લાય થાય છે. આજે ડોમ્સ સ્કૂલ સ્ટેશનરી, આર્ટ મટિરિયલ, પેપર સ્ટેશનરી અને ઓફિસમાં યૂઝ થનાર પ્રોડક્ટ અને ફાઇન આર્ટ પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે.
અનેક મુશ્કેલીનો કર્યો સામનો
ડોમ્સ બ્રાન્ડની સામે વર્ષ 2005માં પહેલાથી હાજર મોડી બ્રાન્ડ્સ વચ્ચે ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો મોટો પડકાર હતો. પરંતુ ડોમ્સ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી અને કંપનીનો કારોબાર ઝડપથી આગળ વધ્યો. આજે ડોમ્સ 4 હજાર કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. આજે રસિકભાઈ રવેશિયાનો પુત્ર સંતોષ રવેશિયા ડોમ્સનો એમડી છે. બ્રાન્ડના વર્તમાન અવતારને સંતોષે લોન્ચ કર્યો હતો. કંપનીએ પહેલા પોતાની પ્રોડક્ટ્સને કર્ણાટકમાં લોન્ચ કરી હતી. ત્યારબાદ જ્યારે સફળતા મળી ત્યારે કંપનીએ તેનો દેશના બીજા ભાગમાં વિસ્તાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે