ગુજરાત બજેટ 2019 Live: ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
Trending Photos
ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું. આજે લેખાનુદાન બજેટ રજૂ કરતાં પહેલાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટકોર કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ છે. ગૃહમાં online એન.એ.ના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવાના કારણે ગુજરાતમાં મોસાળમાં હોય અને મા પીરસતી હોય એમ ગુજરાતને પીરસી રહ્યા છે તેના કારણે જ બુલેટ ટ્રેન ગુજરાતમાં મળી છે અન્ય અનેક રાજ્યો બુલેટ ટ્રેન લેવા માટે પડાપડી કરતા હોવાની કોમેન્ટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં કરી હતી.
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીની બજેટ સ્પીચ
- ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ, ધારાસભ્યોને બજેટની ચોપડી આપવામાં આવી
- નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીની બજેટ સ્પીચ શરૂ
- ગુજરાતની પ્રજાએ ભાજપને વિકાસ માટે મત આપતા તે રૂણનો સ્વિકાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો
- ખેડૂતોને પાણી ઉપલબ્ધ થાય સમયસર વીજળી મળે પાકના પોષણક્ષમ ભાવો મળે તેવું વલણ રાજ્ય સરકારનું છે.
- આર્થિક રીતે નબળા હોય તેવા બિન અનામત વર્ગોને રોજગારી અને શિક્ષણની પુરતી તકો મળી રહે તે માટે વડાપ્રધાને જાહેર કરેલ ક્રાંતિકારી નીતિનો અમલ ગુજરાત સરકારે ત્વરિત કર્યો છેઃ નાણામંત્રી
- ભારત સરકારે જાહેર કરેલી કિસાન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂ.6,000નો લાભ રાજ્યના તમામ લાભાર્થી ખેડૂતોને મળે તે માટે ઝડપથી આયોજન કરવામાં આવ્યું છે: નાયબ મુખ્યમંત્રી
- કાયદાઓ અને યોગ્ય નીતિ દ્વારા રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે અનેક પગલાં ભરવામાં આવેલા છે.ધોલેરા અમદાવાદને જોડવા 6 લેન બનાવવામાં આવશે
- બજેટમાં સરકારની મહત્વની જાહેરાત
- દરિયાના પાણીને મીઠું બનાવવું માટે દરિયા કિનારે 8 ડી સેલીનેશન પ્લાન્ટ ppp ધોરણે સ્થાપવામાં આવશે
- ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે
- 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલર પાર્ક બનશે
- ગાંધીનગર અને સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરાશે
- ગુજરાતનો આર્થિક વિકાસ દર 9.9 ટકા રહ્યો
- વર્ષ 2017-18માં ઘરગથ્થું ઉત્પાદન 13 લાખ 15 હજાર કરોડ રહ્યું
- દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 7.8 ટકા છે
- રાજ્યની માથાદીઠ આવકમાં વધારો
- દેશની માથાદીઠ આવકમાં ગુજરાતની આવક 54 ટકા વધી
- નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા ૧૬.૮ ટકા હિસ્સો
- ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ
- મા વાત્સલ્ય યોજનાના લાભ માટે આવક મર્યાદા 3 લાખથી વધારીને 4 લાખ કરાઈ
- સુરક્ષા કવચ 3 લાખથી વધારીને 5 લાખ કરાયું
- વધુ 15 લાખ પરિવારોને આના લીધે મળશે લાભ
- વિધવા બહેનોના પુત્રને પણ પેંશન આપી શકશે
- પેંશન માં 250 નો વધારો કરી 1250 કરવામાં આવશે
- રાજય સરકારને વાર્ષિક 349 કરોડનો બોજો
- 2019-20ના 12241.40 કરોડનું પુરાંત બજેટ
- મહેસૂલી આવક 154884.70 કરોડ
- મહેસૂલી ખર્ચ 145022.40 કરોડ
- મહેસૂલી હિસાબ પર પુરાંત 9862.30 કરોડ
- આંગણવાડીની બહેનોના પગારમાં 900નો વધારો
- હવે 6300ની જગ્યાએ 7200 આપવામાં આવશે
- દુકાળગ્રસ્ત 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાયની સરકારે કરી ચુકવણી
- 443 પાંજરાપોળ સહિત ગૌશાળાઓમાં પશુઓ માટે 40.84 કરોડ સહાયની રકમની ચુકવણી કરાઈ
- વરસાદ ખેંચતા ખેડૂતોમાં પાક બચાવવા ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવી જેમાં સરકાર ને 436 કરોડનું ભારણ
- તેડાગર બહેનોના પગાર વધારશે, 3200 પગારમાં હવે 450 વધારો કરી 3650 આપવામાં આવશે
- 6.96 તાલુકાના 23 લાખ જેટલા ખેડૂતો અને પશુપાલકો ને 2285 કરોડના સહાય પેકેજનું ચૂકવણું
- 7. 19 પશુ ધન વસ્તી ગણતરીમાં ગુજરાત 15.36 %નો વધારા સાથે પ્રથમ ક્રમે
- સ્કીમડ મિલ્ક પાવડરની નિકાસના 300 કરોડની સહાય
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હસ્તકના 8 નિગમો યોજનાઓના વ્યાપ વધારવા માટે 100 કરોડના સપોર્ટમાં દોઢ ઘણો વધારો કરી 150 કરોડ કરવામાં આવશે
- પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારની સહાયમાં વધારો
- દૈનિક 150થી વધારી 300 કરવામાં આવી, બમણી સહાય કરાઇ
- રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફલાયઓવર બનશે
- જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3, જૂનાગઢમાં ફ્લાયઓવર બનશે
- દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ ફ્લાય ઓવર બનશે
- વ્યાજબી ભાવની દુકાનના વેપારીઓ ને કવીંટલ દીઠ અપાતું કમિશન 102 રૃપિયાથી વધારી 125 કરાયું, 1 માર્ચથી અમલ , વાર્ષિક કમિશન 242 કરોડમાં55 કરોડનો વધારો થશે
- 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં 7.64 લાખ પરિવારોને આવસ પુરા પડાશે
- અમદાવાદ મેટ્રોનો સંપૂર્ણ ફેજ 1 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરાશે
- અમદાવાદથી શંખેશ્વર સુધી 20 કરોડના ખર્ચે 103 કિલોમીટર લાંબી પગદંડી બનાવાશે
- મહારાજ સાહેબ અને મહાસતીજીના વિહાર માટે બનાવશે આ પગદંડી બનાવાશે
- અકસ્માતોનો ભોગ ન બને તે માટે પગદંડી બનાવશે
- સૌની યોજનામાં 11,216 કરોડનો ખર્ચ કરાયો
- જામનગર, ભાવનગર, રાજકોટમાં 35 જળાશયો અને 100થી વધુ ચેકડેમનું આયોજન કરાયું
- 700 ઇલેક્ટ્રિક બસો મહાનગરો અને નગરપાલિકાને અપાશે
- ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 500 કરોડની ફાળવણી
- રોજગારી સર્જન, મોંઘવારીને કાબુમાં રાખવા જેવી વગેરે જેવી બાબતોમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે તથા ધોલેરા ખાતે 5000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનાવીને રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવશે
- દેશની કુલ નિકાસ વર્ષ 2015-16માં 19 ટકા હતો જે 2017-18માં વધીને 22 ટકા થયો છે તથા ગુજરાત દેશની જીડીપીમાં 7.8 ટકાનો હિસ્સો ધરાવે છે
- 27 લાખથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે સાથે સાથે પશુપાલનના વિકાસ પણ માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે : નાણામંત્રી
- વૈશ્વિક બજારમાં દૂધના પાવડરની માંગ ઓછી થઇ ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ભાજપની સરકારે દૂધના ભાવો જાળવી રાખવા પશુપાલકો અને ખેડૂતો માટે રૂ.300 કરોડની જોગવાઇ કરી : નાણામંત્રી
- ભાજપ સરકારે માછીમારોને અપાતી સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે તથા વલસાડ જિલ્લામાં નવું મત્સ્ય વિતરણ કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે: નાણામંત્રી
- ખેડૂતોની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા સૌરાષ્ટ્રમાં સૌની યોજના તથા ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી છે. વસ્તી વધારા સાથે પાણીની જરૂરિયાત પણ વધતી જાય છે ત્યારે સરકારે ડિપ ઇરિગેશન પર વધુ ભાર મુક્યો છે: નાણામંત્રી
- ચાલુ વર્ષે નર્મદામાં પાણી ઓછું હોવા છતાં સરકારના યોગ્ય આયોજનથી રાજ્યના ખેડૂતોને ચોમાસા અને શિયાળામાં પુરતુ પાણી મળી રહે તેના માટેનું આયોજન કરેલ છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુજસામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવશે. નાણામંત્રી
- નર્મદાના પાણીની ઉપલબ્ધિ અનુસાર રાજ્યના જળાશયો સમાયાનુસાર ભરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં ડીપ ઇરિગેશન માટે રૂ. 835 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- આજે ગુજરાતમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 363 સામૂહિક આરોગ્ય કેન્દ્રોના વિશાળ માળખા દ્વારા રૂ.3.82 કરોડ દર્દીઓને ઓપીડી સારવાર તેમજ 43.3 લાખ દર્દીઓને અંદરના દર્દીઓ તરીકે સેવા પુરી પાડવામાં આવી છે.
- તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે, તે અમલમાં મૂકીને ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આરોગ્ય ક્રાંતિ સર્જી છે.
- આપણે ગુજરાતમાં “મા” અને “મા વાત્સલ્ય” યોજના દ્વારા ૬૮ લાખથી વધુ કુટુંબોને ૩ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય રક્ષણ પૂરું પાડીએ છીએ. નાણામંત્રી
- સરકારે નિર્ણય કર્યો છે કે હવે “મા” અને “મા વાત્સલ્ય” યોજનાના ગુજરાતના ૬૮ લાખ લાભાર્થી પરિવારોને ૩ લાખ રુપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ ૫ લાખ રુપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. : નાણામંત્રી
- વર્ષ 2001-02 ની M.B.B.S.ની 1275 બેઠકોની સામે 2875 બેઠકોનો વધારો કરી કુલ 4150 બેઠકો, તેમજ તબીબી અનુસ્નાતક અભ્યાસક્રમની વર્ષ 2004-05 ની 830 બેઠકોમાં 1105 બેઠકોનો વધારો કરી કુલ 1935 બેઠકો અમારી સરકારે કરી છે.
- સર્વશિક્ષા અભિયાન દ્વારા છેલ્લા દાયકા દરમિયાન 79,000 થી વધુ વર્ગખંડ અને 32,800 જેટલી શાળાઓમાં પાણી અને સેનિટેશનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે : નાણામંત્રી
- રાજયની ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન રૂ. ૭૨૦૦ આપવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને અત્યારે માસિક વેતન રૂ. ૩૨૦૦ આપવામાં આવે છે, તેમાં રૂ. ૪૫૦નો વધારો કરી માસિક રૂ. ૩૬૫૦ આપવામાં આવશે. : નાણામંત્રી
- નમો-ટેબલેટ યોજના અંતર્ગત ૬ લાખ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં ૩૮૬ કરોડના ખર્ચે ટેબલેટ આપવામાં આવેલ છે તથા ૮૨,૦૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. : નાણામંત્રી
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક આઠ નિગમો માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણી કરવામાં આવે છે.આ નિગમો વધુ ધિરાણ મેળવીને લોકોને સ્વરોજગારી અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રોત્સાહન આપી શકે તે હેતુસર સરકાર દ્વારા બેન્ક ગેરંટી આપવામાં આવશે.
- નર્મદામાં ગરુડેશ્વર ખાતે વડાપ્રધાન દ્વારા ખાતમૂહુર્ત કરાયેલા નેશનલ ટ્રાઇબલ મ્યુઝીયમના આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનચિત્ર યોગ્ય રીતે પ્રદર્શિત થશે. : નાણામંત્રી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે