Petrol Diesel Price under GST: હવે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? દિલ્હી-મહારાષ્ટ્રની સરકારોએ કરી મોટી જાહેરાત
Petrol Diesel Price under GST: પેટ્રોલ ડીઝલના ભાવ ભલે 12 દિવસથી ટસથી મસ ન થતા હોય પરંતુ તેની ભારે ભરખમ કિંમતથી જનતાના ખિસ્સા પર મોટો બોજો પડી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, RBI ના ગવર્નર શક્તિકાંતા દાસથી લઈને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધીની દિગ્ગજ હસ્તીઓએ ઓઈલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ કોઈ નક્કર પગલા હજુ લેવાયા નથી.
Trending Photos
નવી દિલ્હી: Petrol Diesel Price under GST: પેટ્રોલ ડીઝલના ભાવ ભલે 12 દિવસથી ટસથી મસ ન થતા હોય પરંતુ તેની ભારે ભરખમ કિંમતથી જનતાના ખિસ્સા પર મોટો બોજો પડી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, RBI ના ગવર્નર શક્તિકાંતા દાસથી લઈને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધીની દિગ્ગજ હસ્તીઓએ ઓઈલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ કોઈ નક્કર પગલા હજુ લેવાયા નથી.
પેટ્રોલ- ડીઝલને GST ના દાયરામાં લાવવા માટેની ચર્ચાઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણે એવું સૂચન પણ કર્યું છે કે પેટ્રોલિયમ પેદાશોને GST ના દાયરામાં લાવવા જોઈએ. જેને લઈને GST કાઉન્સિલમાં ચર્ચા પણ થવી જોઈએ. જ્યાં કેન્દ્ર અને તમામ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર હોય. આ બધા વચ્ચે એવા પણ અહેવાલ છે કે દિલ્હી અને મુંબઈ એ વાત માટે રાજી થઈ ગયા છે કે પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવા જોઈએ. એવું કદાચ પહેલીવાર બન્યું છે કારણ કે રાજ્ય રેવન્યૂમાં ઘટાડાનો હવાલો આપીને અત્યાર સુધી આ પગલાંથી બચી રહ્યા હતા. જ્યારે હવે આગળ આવીને તેને લાગૂ કરવાની વાત કરી રહ્યા છે.
GST ના દાયરામાં લાવો પેટ્રોલ-ડીઝલ- દિલ્હી સરકાર
દિલ્હી (Delhi) ના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને વિધાનસભામાં કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવા માટે પોતાની માગણી રજૂ કરી ચૂક્યા છે. હકીકતમાં દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ રામવીર સિંહ બિધૂડીએ ચર્ચા દરમિયાન કહ્યું કે જો પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવામાં આવે તો ભાવમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો થાય. જેના પર સત્યેન્દ્ર જૈને કહ્યું કે તમે એક પ્રતિનિધિ મંડળ લઈને કેન્દ્ર સરકાર સાથે મુલાકાત કરો, અમારા વિધાયકો પણ તમારી સાથે આવશે. દિલ્હીની સાથે સમગ્ર દેશને આ પગલાંનો ફાયદો મળશે. આ અગાઉ ચર્ચા દરમિયાન બિધૂડીએ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી સરકારના ઊંચા VAT ના કારણે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે.
મહારાષ્ટ્ર સરકાર પણ પેટ્રોલ ડીઝલને GST ના દાયરામાં લાવવા માટે તૈયાર
દિલ્હીની સાથે સાથે મહારાષ્ટ્રે (Maharashtra) પણ પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવાની માગણી કરી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું કે જો પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવામાં આવશે તો રાજ્ય સરકારોની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ ફાયદો થશે. તેમણે ભરોસો કરાવ્યો કે જો કેન્દ્ર સરકાર આવું કરશે તો મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયને સપોર્ટ કરશે.
હજુ સુધી આવો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી- નાણા મંત્રાલય
રસપ્રદ વાત એ છે કે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો પેટ્રોલ ડીઝલ વિશે ફક્ત નિવેદનો આપ્યા કરે છે. કોઈએ હજુ સુધી અધિકૃત પ્રસ્તાવ આપ્યો નથી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ હજુ સરકાર પાસે આવ્યો નથી. તેમણે જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવા માટે GST કાઉન્સિલનો પ્રસ્તાવ જરૂરી છે. પરંતુ હજુ સુધી એવું થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે