10,000 રૂપિયાના રોકાણ પર મળ્યું 6.5 લાખનું રિટર્ન, ધૂમ મચાવી રહ્યો છે આ મલ્ટીબેગર સ્ટોક

શેર બજારમાં ઘણી એવી કંપની છે, જેણે એક દાયકામાં જોરદાર રિટર્ન આપ્યું છે. તેમાં રોકાણ કરી રોકાણકારોએ મોટા રૂપિયા બનાવ્યા છે. આવી એક કંપની દીપક નાઇટ્રેટ પણ છે. 

10,000 રૂપિયાના રોકાણ પર મળ્યું 6.5 લાખનું રિટર્ન, ધૂમ મચાવી રહ્યો છે આ મલ્ટીબેગર સ્ટોક

Multibagger Stock: છેલ્લાં એક દાયકાઓ દરમિયાન જે કંપનીઓની શેર બજારમાં બાદશાહત રહી છે, તેમાં દીપક નાઇટ્રેટ (Deepak Nitrite Share Price) એક છે. કંપનીના શેરની કિંમતોમાં છેલ્લાં 10 વર્ષ દરમિયાન 6500 ટકાની તેજી જોવા મળી છે. જો કોઈ ઈન્વેસ્ટરે 10 વર્ષ પહેલા દીપક નાઇટ્રેટમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના પૈસા અત્યાર સુધી વધી 6.5 લાખ રૂપિયા થઈ ગયા હશે. શુક્રવારે કંપનીના એક શેરની કિંમત 2083 રૂપિયા હતી. 

5 વર્ષમાં 623 ટકાનું રિટર્ન
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દીપક નાઇટ્રેટના સ્ટોકની કિંમતમાં 623 ટકાની તેજી જોવા મળી છે. તો ત્રણ વર્ષ પહેલા સ્ટોક ખરીદવા અને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટર્સને અત્યાર સુધી 374 ટકા સુધીનો ફાયદો થયો છે. નોંધનીય છે કે કંપની સેક્ટરમાં તેજીથી ગ્રોથ કરી રહી છે. પ્રોડક્ટ પોર્ટફોલિયોની દ્રષ્ટિએ પણ કંપની શાનદાર છે. 

LIC ની ભાગીદારી 8.12 ટકા
કંપનીના વર્તમાન શેર હોલ્ડિંગ અનુસાર પબ્લિકની શેર હોલ્ડિંગ 50.87 ટકા છે અને પ્રમોટર્સ સહિત અન્યની ભાગીદારી 49.13 ટકા છે. પબ્લિક હોલ્ડર્સમાં મ્યુચુઅલ ફંડ્સની ભાગીદારી 8.58 ટકા અને વિદેશી ઈન્વેસ્ટરો પાસે ભાગીદારી 6.27 ટકા છે. નોંધનીય છે કે એલઆઈસીની કંપનીમાં ભાગીદારી 8.12 ટકા છે. વીમા કંપની સૌથી મોટી ડોમેસ્ટિક ઈન્સ્ટૂટ્યૂશનલ ઈન્વેસ્ટર છે. 

શું રહ્યાં ક્વાર્ટરના પરિણામ?
જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીનું રેવેન્યૂ 1800 કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક આધાર પર 13 ટકા ઓછું છે. નોંધનીય છે કે છ મહિના દરમિયાન દીપક નાઇટ્રેટના શેરમાં 12 ટકાથી વધુની તેજી જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news