કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! ફરી મોંઘવારી ભથ્થામાં થશે વધારો, સરકારે ખોલી તિજોરી

DA Hike: વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકા છે. તેને 24 માર્ચે મંજૂરી મળી હતી. આ વખતે તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો. આ પહેલાં સુધી મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે આપવામાં આવતું હતું. જાન્યુઆરી 2023 માટે  AICPI ઈન્ડેક્સના નંબર આવવાના શરૂ થઈ ગયા છે. 

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! ફરી મોંઘવારી ભથ્થામાં થશે વધારો, સરકારે ખોલી તિજોરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે તિજોરી ખોલી દીધી છે. જાન્યુઆરી 2023 માટે મોંઘવારી ભથ્થુ (dearness allowance)વધીને 42% થઈ ચુક્યું છે. હવે આગામી તૈયારીનો વારો છે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું (DA Hike)રિવાઇઝ થાય છે. હવે જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જાન્યુઆરીથી જૂન સુધીના પીરિયડ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈમાં કરવામાં આવશે. તેનો આધાર પર CPI-IW આંકડા હશે. જાન્યુઆરીનો આંકડો આવી ગયો છે. હવે ફેબ્રુઆરીના નંબર આવશે, જે 31 માર્ચે આવશે. તેમાં કેટલી તેજી આવશે તે જોવાનું રહેશે. પરંતુ એટલું નક્કી છે કે જુલાઈમાં વધારાની તૈયારી થઈ ચુકી છે. એક્સપર્ટ માની રહ્યાં છે કે આગળ પણ 4 ટકાનો વધારો નક્કી છે તેની પાછળ લોજીક અને કારણ બંને છે. 

ફરી મોંઘવારી ભથ્થામાં થશે 4 ટકાનો વધારો
અત્યારે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 42 ટકા છે. તેને 24 માર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે 4 ટકાનો વધારો કરવામાં આવ્યો. આ પહેલાં 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું હતું. જાન્યુઆરી 2023 માટે AICPI ઇન્ડેક્સના આંકડા આવવા લાગ્યા છે. જાન્યુઆરી ઈન્ડેક્સ 0.5 પોઈન્ટ વધ્યો છે. મતલબ કે મોંઘવારી ભથ્થામાં આગામી વધારો નિશ્ચિત છે. આ વધારો જાન્યુઆરીથી જૂન દરમિયાન CPI-IW નંબરો પર થશે. ઓક્ટોબર મહિનામાં તેની જાહેરાત કરવામાં આવશે. પરંતુ, તેનો અમલ 1 જુલાઈ 2023થી થશે.

Expected DA/DR from Jul, 2023 on issue of All-India CPI-IW for Jan, 2023

ઇન્ડેક્સ નંબર કેટલો વધ્યો છે?
જુલાઈમાં ડીએ/ડીઆરમાં વધારો કરવાનો રસ્તો સાફ થઈ રહ્યો છે. જાન્યુઆરી 2023 માટે CPI-IW ઇન્ડેક્સ 132.8 પર પહોંચી ગયો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સ્કોર 1% વધ્યો છે. એટલે કે ડિસેમ્બર 2022 સુધી મોંઘવારી ભથ્થું 42.37% હતું. તેના આધારે તેમનું મોંઘવારી ભથ્થું 42% નક્કી કરવામાં આવ્યું હતું, જે 1 જાન્યુઆરી, 2023થી લાગુ કરવામાં આવ્યું છે. હવે જુલાઈમાં આવનારા આંકડામાં 1%નો વધારો થયો છે. મતલબ કે હવે મોંઘવારી ભથ્થું 43.08% પર પહોંચી ગયું છે. જોકે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન માટેના સીપીઆઈ-આઈડબલ્યુ નંબર આવવાના બાકી છે. આ પછી જ તે ફાઇનલ થશે કે આગામી DA/DRમાં કેટલો વધારો થશે. નિષ્ણાતોના મતે જે દરે મોંઘવારી વધી રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે ભવિષ્યમાં પણ કર્મચારીઓ માટે માત્ર 4 ટકાનો વધારો થશે.

No description available.

કેટલું મળશે આગામી મોંઘવારી ભથ્થું?
7th pay commission હેઠળ જુલાઈ 2023 માટે મળનાર મોંઘવારી ભથ્થું (dearness allowance) માં 1 ટકાની તેજી આવી ચુકી છે. મતલબ 43 ટકા થઈ ગયું છે. જો આવનારા મહિનામાં ઈન્ડેક્સના નંબરમાં કોઈ ફેરફાર ન થાય તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. આવી સ્થિતિમાં તે 45 ટકાએ પહોંચી જશે. પરંતુ તે શક્ય નથી કે આગામી પાંચ મહિનામાં ઈન્ડેક્સના નંબર સ્થિત રહે. તેથી તેમાં 1 ટકાના ગ્રોથની સંભાવના જોવા મળે છે. આ સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે. મતલબ કુલ 4 ટકા વધારાની શક્યતા છે. 

31 માર્ચે આવશે નવો આંકડો
ફેબ્રુઆરી 2023માં ઈન્ડેક્સ કેવો રહે છે, તેનો નિર્ણય 31 માર્ચે થશે. 31 માર્ચની સાંજે શ્રમ મંત્રાલય અધીન લેબર બ્યૂરો ઈન્ડેક્સ નંબર જારી કરશે. આ નંબરના આધારે આગળની ગણતરી જોવા મળી શકે છે. ત્યાં સુધી તે માનીને ચાલો કે ઈન્ડેક્સના નંબરના આધાર પર મોંઘવારી ભથ્થામાં 3-4 ટકાનો વધારો નક્કી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news