1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 રૂપિયાથી 1800 રૂપિયાને પાર પહોંચ્યો આ નાનકડી કંપનીનો શેર
Multibagger Stock: સ્મોલકેપ કંપની ક્યુપિડ લિમિટેડ તેના રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. આ ઉપરાંત કંપનીએ શેર વિતરણની પણ જાહેરાત કરી છે. કંપનીના શેરમાં 22000% થી વધુનો ઉછાળો આવ્યો છે.
Trending Photos
Best Multibagger Penny Stocks: સ્મોલકેપ કંપની ક્યુપિડ લિમિટેડે તેના રોકાણકારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે. ક્યુપિડ લિમિટેડ (Cupid Limited) તેના રોકાણકારોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપશે. એટલે કે, કંપની દરેક શેર માટે 1 બોનસ શેર આપશે. આ ઉપરાંત, કંપનીએ 1:10 ના રેશિયોમાં શેરની વહેંચણીને પણ મંજૂરી આપી છે. ક્યુપિડ લિમિટેડ (Cupid Limited) રૂ. 10ની ફેસ વેલ્યુના શેરને રૂ. 1ની ફેસ વેલ્યુના શેરમાં વિભાજિત કરશે. ક્યુપિડ લિમિટેડ મેલ અને ફિમેલ કોન્ડોમ, પાણી આધારિત લુબ્રિકન્ટ્સ અને IVD કિટ્સનું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરે છે.
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની
આવા શેરને દૂરથી કરો સલામ, કોઇ ગમે તે કહે હાથના લગાવશો... રોવાનો વારો આવશે
22000% થી વધુ વધ્યા કંપનીના શેર
છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યુપિડ લિમિટેડ (Cupid Limited) ના શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. 25 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂ. 8.08 પર હતા. 24 જાન્યુઆરી, 2024ના રોજ ક્યુપિડ લિમિટેડ (Cupid Limited) ના શેર રૂ. 1865.95 પર પહોંચી ગયા છે. સ્મોલકેપ કંપનીના શેર 10 વર્ષથી ઓછા સમયમાં 22239% વધ્યા છે. તો બીજી તરફ છેલ્લા 20 વર્ષોમાં, કંપનીના શેરમાં 31900% નો જબરદસ્ત વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ક્યુપિડ લિમિટેડના શેર રૂ. 5.83 થી વધીને રૂ. 1865.95 થયા છે.
30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
February Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ
એક વર્ષમાં શેરોમાં 610% થી વધુનો ઉછાળો
છેલ્લા એક વર્ષમાં ક્યુપિડ લિમિટેડ (Cupid Limited) ના શેરમાં 610 ટકાથી વધુનો વધારો થયો છે. સ્મોલકેપ કંપનીના શેર 24 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 262.50 પર હતા, જે 24 જાન્યુઆરી, 2024ના રોજ રૂ. 1865.95 પર પહોંચી ગયા હતા. છેલ્લા 6 મહિનામાં, ક્યુપિડ લિમિટેડ (Cupid Limited) ના શેરમાં 517% થી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 301.50 થી વધીને રૂ. 1865.95 થયા છે. ક્યુપિડ લિમિટેડના શેરનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 2034.45 છે. તો બીજી તરફ કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ રૂ. 235.30 છે.
શું દેશના તમામ વિદ્યાર્થીઓને સરકાર આપી રહી છે FREE Laptops? જાણો શું છે સચ્ચાઇ
બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે