ક્રૂડ ઓઇલ ટોચ પર થઇ રહ્યું છે ટ્રેડ, ભારતીય બજાર માટે બન્યું ચિંતાનો વિષય

શિયા-યૂક્રેન અને હૂથી-યૂએઈ વચ્ચેના ઘર્ષણ પાછળ ક્રૂડ તેની પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. જે ભારતીય બજાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. 
 

ક્રૂડ ઓઇલ ટોચ પર થઇ રહ્યું છે ટ્રેડ, ભારતીય બજાર માટે બન્યું ચિંતાનો વિષય

કેલેન્ડરની શુભ શરૂઆતને છેલ્લાં ત્રણેક સત્રોમાં વૈશ્વિક કારણોના લીધે ગ્રહણ લાગ્યું છે.  ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ સૂચવે છે કે રોકાણકારો સેફ્ટી શોધી રહ્યાં છે. યુએસ ફેડની રેટ વૃદ્ધિ ઉપરાંત બજારને જીઓ-પોલિટીકલ જોખમોએ પણ ચિંતા વધારી છે. રશિયા-યૂક્રેન અને હૂથી-યૂએઈ વચ્ચેના ઘર્ષણ પાછળ ક્રૂડ તેની પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. જે ભારતીય બજાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. 

બીજી બાજુ એફઆઈઆઈએ છેલ્લાં કેટલાંક સત્રોમાં મોટી વેચવાલી દર્શાવી છે. આમ વિદેશી ફંડ્સ તરફથી આઉટફ્લો જળવાયો છે. એક રાહતની બાબત રૂપિયામાં ડોલર સામે મક્કમ અન્ડરટોન છે. જો રૂપિયો ડિસેમ્બરમાં તેના તળિયાથી પરત ના ફર્યો હોત તો વર્તમાન ક્રૂડના ભાવે સ્થાનિક ભાવમાં કન્વર્ઝન ઊંચું જોવા મળ્યું હોત. રૂપિયો તેના તાજેતરના તળિયાથી 2 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે બજેટમાં સરકાર તરફથી વૈશ્વિક ડેટ રોકાણકારોને કેપિટલ ગેઈન્સમાંથી મુક્તિ આપવામાં આવશે તો ભારતીય બોન્ડ્સને વૈશ્વિક સૂચકાંકોમાં સ્થાન મળવાનો માર્ગ મોકળો થશે. 

જેની પાછળ નોંધપાત્ર ફ્લો જોવા મળશે. જે રૂપિયાને વધુ મજબૂત બનાવી શકે છે.  છેલ્લાં બે સત્રોમાં આઈટી અને ફાર્મા કાઉન્ટર્સમાં કદાચ આ કારણે જ વેચવાલી જોવા મળી રહી છે. આ અંગે વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર અજય સરાઓગી કહ્યું કે ઘટાડે આઈટી કાઉન્ટર્સમાં ખરીદવાનું સૂચન છે. અગ્રણી આઈટી કંપનીઓના પરિણામો જોતાં આગામી બે-ત્રણ વર્ષો માટે ટોચની આઈટી કંપનીઓ સારા પરિણામો દર્શાવવાનું જાળવી શકે છે. આમ વર્તમાન સ્તરેથી દરેક ઘટાડે તેમાં તબક્કાવાર ખરીદી કરી શકાય. આઈટી ક્ષેત્રે મીડ-કેપ્સ કરતાં લાર્જ-કેપ્સમાં એક્સપોઝર વધુ વળતરદાયી બની શકે એમ જણાય છે. 

કેમકે છેલ્લાં બે વર્ષોમાં મીડ-કેપ આઈટી કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો દર્શાવી ચૂક્યાં છે. જ્યારે લાર્જ-કેપ્સને હવે તેમની કેપેબિલિટીઝનો લાભ મળી રહ્યો છે. ખાનગી બેંકિંગ ક્ષેત્રે પણ એચડીએફસીના પરિણામોએ દર્શાવ્યું છે કે રિટેલ ક્રેડિટ ગ્રોથ ફરી પરત ફર્યો છે. આમ અગ્રણી બેંકિંગ કંપનીઓમાં ઘટાડે ખરીદીનું વિચારી શકાય. મેટલ કાઉન્ટર્સ તેમની ટોચથી નોંધપાત્ર કરેક્ટ અને કોન્સોલિડેટ થયા બાદ ફરી નવા સુધારા માટે તૈયાર જણાય છે. પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદીનું વિચારી શકાય. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સથી દૂર રહેવાની સલાહ છે. કેમકે તેઓ નોંધપાત્ર રન દર્શાવી ચૂક્યાં છે. માર્કેટમાં વોલેટિલિટી ઊંચી જળવાશે અને તે વખતે આ કાઉન્ટર્સમાં નોંધપાત્ર વેલ્યૂ ઘોવાણ થઈ શકે છે.  માર્કેટમાં ઊંચી લેવરેજ પોઝીશન ટાળવાનું સૂચન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news