Crorepati Stock: 1980 માં ખરીદ્યા હોત આ કંપનીના 100 શેર તો આજે હોત 1400 કરોડ રૂપિયાના માલિક

શેર બજાર (Stock Market news) માં ઘણા શેર એવા હોય છે, જેમણે લાંબા સમયમાં આટલું જોરદાર રિટર્ન (Stocks return list) આપ્યું છે જેની કદાચ કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે.

Crorepati Stock: 1980 માં ખરીદ્યા હોત આ કંપનીના 100 શેર તો આજે હોત 1400 કરોડ રૂપિયાના માલિક

Crorepati Stock: ''રિસ્ક હૈ તો ઇશ્ક હૈ' મારા એક મિત્ર છે અવિશન ઉર્ફ રાજા.. શેર (Stocks) ખરીદવાનો શોખીન છે. પરંતુ રિક્સ લેવાની ક્ષમતા શૂન્ય છે. હમણાં બે દિવસ પહેલાં ફોન કર્યો અને મને કહ્યું કે શેર ખરીદવા છે. કોઇ એવા શેર બતાવો, જેમાં ફાયદો જ ફાયદો હોય. સારા શેર હોવા જોઇએ જેથી પૈસા ડૂબે નહી અને લાંબા સમય સુધી રાખવા માંગુ છું. અવિનાશની વાતોમાં તો હવા-હવાઇ હતી, પરંતુ એક વાત સારી લાગી, તે હતી લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેંટ (Long term investment) ની વિચારસણી. બજારમાં જો પૈસા બનાવવા છે તો આ વિચારધારા જરૂરી છે. આમ કેમ... કારણ કે, આવા શેર ના ફક્ત ફાયદો કરાવે છે, પરંતુ કરોડપતિ બનાવે છે. એટલા માટે આવા શેરોને કરોડપતિ સ્ટોક્સ (Crorepati Stocks) કહેવામાં આવે છે.  

શેર બજાર (Stock Market news) માં ઘણા શેર એવા હોય છે, જેમણે લાંબા સમયમાં આટલું જોરદાર રિટર્ન (Stocks return list) આપ્યું છે જેની કદાચ કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. આજે અમે તમને એવા જ સ્ટોક્સની જાણકારી આપી રહ્યા છીએ, જેણે રોકાણકારોને કરોડપતિ (How to become crorepati) બનાવી લીધા છે. જોકે તેના માટે લાંબો સમય રાહ જોવી જરૂરી છે. 

કયા શેર છે કરોડપતિ સ્ટોક્સ?
આઇટી સેક્ટરનું મોટું નામ વિપ્રો (Wipro). જોકે, વિપ્રો સાબુ અને વેઝિટેબલ ઓઇલના ધંધામાં પણ છે. Wipro ની શરૂઆત 1945 માં મહારાષ્ટ્ર સ્થિત 'આલમનેર' નામના ગામમાં થયો હતો. આજે આ ગામમાં દરેક કોઇ કરોડપતિ છે. દરેક પરિવાર પાસે વિપ્રો કંપનેના શેર છે. અહીં બાળક જન્મ લેતાં  જ તેના માટે વિપ્રો કંપનીના કેટલાક શેર ખરીદવામાં આવે છે. ગામને ‘Town of Millionaires’ પણ કહેવામાં આવે છે. 

ડિવિંડ, બોનસ શેર અને શેર સ્પ્લિટએ બનાવ્યા માલામાલ
શેર ગત 40 વર્ષમાં સ્ટોકએ જોરદાર રિટર્ન (Wipro Stock return in last 40 years) આપ્યું છે. 1980 માં વ્રિપોના શેરનો ભાવ 100 રૂપિયા હતો. તે સમયે કોઇએ કંપનીના 100 શેર ખરીદ્યા હશે તો તે આજે 1400 કરોડ રૂપિયાનો માલિક હશે. આ દરમિયાન ના શેર વેચવામાં આવ્યા અને ના તો ખરીદવામાં આવ્યા. બસ 1980 માં જ 100 શેર 10,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા. Wipro ની ખાસિયત એ છે કે કંપનીએ ગત 40 વર્ષમાં શેરધારકોએ બોનસ (Bonus Share), શેર સ્પ્લિટ (Stock split) અને ડિવિડેંટ (Dividend) ની ભેટ ઘણીવાર આપી છે. 

કેવી રીતે 10 હજાર બન્યા 1400 કરોડ રૂપિયા?
વર્ષ 2021 અને 2020 માં વિપ્રો (Wipro Share price) એ શેરધારકોને 1 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડેંડ આપ્યું. પરંતુ, આ પહેલીવાર ન હતું, જ્યારે રોકાણકારોને હિતમાં કંપનીએ નિર્ણય કર્યો છે. 1980 થી માંડીને 2021 ના ડિવિડેંડને જોઇએ તો ફક્ત ડિવિડેંડ દ્વારા જ 2.56 કરોડ રૂપિયા તમારા ખિસ્સામાં હોત. 
 

વર્ષ                 ક્યારે શું થયું? કેટલા શેર?
1980             100 રૂપિયા (રોકાણ શરૂ)         100
1981              1:1 બોનસ 200
1985              1:1 બોનસ 400
1986             1:10 બોનસ વિભાજન 4,000
1987              1:1 બોનસ 8,000
1989              1:1 બોનસ 16,000
1992              1:1 બોનસ 32,000
1995               1:1 બોનસ 64,000
1997               2:1 બોનસ 1.92 લાખ
1999              1:5 શેર વિભાજન 9.6 લાખ
2004              2:1 બોનસ 28.8 લાખ
2005               1:1 બોનસ 57.6 લાખ
2010               2:3 બોનસ 96 લાખ
2017              1:1 બોનસ 1.92 કરોડ
2019              1:3 બોનસ 2.56 કરોડ

1400 કરોડ રૂપિયાના શેર
- 30 જૂન 2021 (બુધવાર) ના રોજ બજાર બંધ થતાં વિપ્રોના એક શેરનો ભાવ (Wipro Share price) લગભગ 547 રૂપિયા છે.
- કુલ શેરનો ભાવ 547 રૂપિયા × 2,56,00,000 શેર= 14,00,32,00,000 રૂપિયા.
- 1980 માં 10 હજાર રૂપિયા રોકાણની 2021 માં કુલ વેલ્યૂ 1,401 કરોડ રૂપિયા થશે.
- ગત 40 વર્ષમાં વિપ્રોએ દર વર્ષે 42.45 ટકા (CAGR) નું રિટર્ન આપ્યું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news