Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-Credit Card) સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરવા જાય છે. 30 સપ્ટેમ્બર 2020થી આ ફેરફાર લાગૂ થશે. 

Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-Credit Card) સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરવા જાય છે. 30 સપ્ટેમ્બર 2020થી આ ફેરફાર લાગૂ થશે. જો તમે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર છે, તો નિયમોની જાણકારી હોવી જરૂરી ચે. આ ફેરફાર તમારે ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન, ઓનલાઇન ટ્રાંજેક્શન અને કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંજેક્શન સાથે જોડાયેલા છે. જોકે નિયમોમાં ફેરફાર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં થવાના હતા. પરંતુ મહામારી કોવિડ 19ના લીધે ટાળી દેવામાં આવ્યો. આરબીઆઇની ડેડલાઇન 30 સપ્ટેમ્બરના રોજ નક્કી કરી હતી.  

નક્કી થશે ટ્રાંજેક્શનની પ્રાયોરિટી
નિયમોમાં ફેરફાર બાદ કસ્ટમર્સને ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન, ઓનલાઇન ટ્રાંજેક્શન અને કોન્ટેક્ટલેસ કાર્ડ વડે ટ્રાંજેક્શન માટે અલગથી પોતાની પ્રાયોરિટી સેટ કરવી પડશે. એટલે કે કસ્ટમર્સને જે સર્વિસની જરૂરિયાત હશે, તેના માટે અરજી કરવી પડશે. 

ઘરેલૂ ટ્રાંજેક્શનની અનુમતિ
આરબીઆઇએ બેન્કોને કહ્યું કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરતી વખતે કસ્ટમર્સને ઘરેલૂ ટ્રાંજેક્શનની અનુમતિ આપવી જોઇએ. એટલે કે જો જરૂર ન હોય તો એટીએમ મશીનમાંથી પૈસા કાઢતાં અને PoS ટર્મિનલ શોપિંગ માટે વિદેશી ટ્રાંજેક્શનની પરવાનગી નહી મળે. 

કસ્ટમર નક્કી કરી શકશે પોતાની જરૂરિયાત
નવા નિયમ લાગૂ થયા બાદ કસ્ટમર્સ પોતે નક્કી કરી શકે છે. તેને કયા પ્રકારના ટ્રાંજેક્શનની જરૂર છે અને તે મુજબ કાર્ડ પર સર્વિસ પણ મળશે. એટલે કે તેનો અર્થ છે કે ગ્રાહકો પોતાના કાર્ડ વડે ઘરેલૂ ટ્રાંજેક્શન ઇચ્છે છે અથવા ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન, તેનો નિર્ણય તે ક્યારેય પણ કરી શકે છે. અને તેને કઇ સર્વિસ એક્ટિવ કરવી છે અને કઇ ડિએક્ટિવેટ આ નિર્ણય પણ તેનો હશે. 

કસ્ટમર બદલાઇ શકે છે ટ્રાંજેક્શન લિમિટ
નવા નિયમો બાદ ગ્રાહક પોતાના ટ્રાંજેક્શન લિમિટને પણ બદલી શકે છે. આ સુવિધા 24 કલાક અને સાત દિવસ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો હવે તમે પોતાના એટીએમ કાર્ડને મોબાઇલ એપ,  ઇન્ટરનેટ બેકિંગ, એટીએમ મશીન પર જઇને, આઇવીઆર દ્વારા ક્યારેય પણ તેની ટ્રાંજેક્શન લિમિટ નક્કી કરી શકે છે. આરબીઆઇ તરફથી નવા નિયમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 30 સપ્ટેમ્બર 2020થી લાગૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news