IIM પાસઆઉટ 3 છોકરાઓએ Job છોડીને કર્યું આ કામ, જાણો અચાનક કેવી રીતે બન્યા 34000 કરોડના માલિક!

કાર્તિક ગણપતિ, એમ એન શ્રીનિવાસુ અને અજય કૌશલ ત્રણ યુવા ગ્રેજ્યુએટ છે જેઓએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં (IIM) અભ્યાસ કર્યો છે. તે અમેરિકાની એક અકાઉન્ટિંગ ફર્મ આર્થર એન્ડરસનમાં (Arthur Andersen) કામ કરતા હતા. પછી એક એન્ટરપ્રેન્યોરની ઈચ્છા ધરાવતા ત્રણ યુવાઓએ નોકરી છોડી અને એક ફિનટેક (Fintech) કંપની બનાવવાના રસ્તા પર ચાલ્યા. આ કંપનીની વેલ્યૂ 34 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. વાંચો તેમની પ્રેરણાદાયક કહાની.

IIM પાસઆઉટ 3 છોકરાઓએ Job છોડીને કર્યું આ કામ, જાણો અચાનક કેવી રીતે બન્યા 34000 કરોડના માલિક!

નવી દિલ્હીઃ કાર્તિક ગણપતિ, એમ એન શ્રીનિવાસુ અને અજય કૌશલ ત્રણ યુવા ગ્રેજ્યુએટ છે જેઓએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં (IIM) અભ્યાસ કર્યો છે. તે અમેરિકાની એક અકાઉન્ટિંગ ફર્મ આર્થર એન્ડરસનમાં (Arthur Andersen) કામ કરતા હતા. પછી એક એન્ટરપ્રેન્યોરની ઈચ્છા ધરાવતા ત્રણ યુવાઓએ નોકરી છોડી અને એક ફિનટેક (Fintech) કંપની બનાવવાના રસ્તા પર ચાલ્યા. આ કંપનીની વેલ્યૂ 34 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. વાંચો તેમની પ્રેરણાદાયક કહાની.

પેમેન્ટ ગેટવે ફર્મ BillDeskની આવી રીતે થઈ હતી સ્થાપના:
વાસુ, કાર્તિક અને અજયએ પોતાનું સફળ કૉર્પોરેટ કરિયર છોડી દિધુ હતું.  તેમના મનમાં એક જ આઈડિયા હતો. તે આઈડિયા ફાઈનાન્સ અને ટેકનોલોજીને જોડવાનો હતો. મહત્વનું છે જ્યારે તેઓએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, ત્યારે ભારતમાં 50 હજારથી વધારે ઈન્ટરનેટ યુઝર્સ પણ નહોતા. કંપનીના કો-ફાઉન્ડર શ્રીનિવાસુએ હાલમાં એક સમાચાર પત્રિકાને જણાવ્યુ કે જ્યારે વર્ષ 2000માં બિલડેસ્કની શરૂઆત કરી હતી, ત્યારે માત્ર આ એક કલ્પના હતી કે ફાયનાન્સ અને ટેકનોલોજીને જોડવાનો આ શાનદાર પ્રયત્ન હશે. 

એક દાયકાથી ઓછા સમયમાં ચમકી કંપની:
બિલડેસ્ક તે કંપનીઓમાંથી એક છે જે એક દાયકાથી ઓછા સમયમાં ભારી નફો કમાતી હતી. કંપનીને પ્રથમ ઈન્વેસ્ટર વર્ષ 2001માં મળ્યો હતો, જ્યારે  વર્ષ 2006માં ક્લિયરસ્ટોન વેન્ચર પાર્ટનર અને સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાએ પ્રથમ ઐતિહાસિક ઈન્વેસ્ટમેન્ટ 7.5 મીલિયન ડોલરનું કર્યું હતું. વર્ષ 2015માં બિલડેસ્ક એક અરબ ડૉલરની કંપની બની ગઈ હતી. હાલ નાણાકીય વર્ષ 2021માં કંપનીનું ગ્રોસ રેવેન્યુ (Gross Revenue) લગભગ 1800 કરોડ છે. 

પ્રૉસસ એનવીએ કર્યું બિલડેસ્કનું અધિગ્રહણ:
આપને જણાવી દઈએ કે ગ્લોબલ કંઝ્યુમર ઈન્ટરનેટ ગ્રુપ પ્રૉસસ એનવીએ (Prosus NV) બિલડેસ્કના (BillDesk)  લગભગ 34 હજાર 376.2 કરોડ રૂપિયાનું અધિગ્રહણ કર્યું હતું. આ અધિગ્રહણની સમજૂતી પછી ત્રણેયને ખુબ લાભ મળ્યો. અજય કૌશલ, કાર્તિક ગણપતિ, એમએન શ્રીનિવાસુ એમ ત્રણેયનો કંપનીમાં 31 ટકા ભાગ છે. આ હિસાબથી ત્રણેયને 3500 કરોડ રૂપિયા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news