રોકાણકારો આ બદલાવની લે ખાસ નોંધ, કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય બદલાયો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ મહામારી (Coronavirus Mahamari) ના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશભરમાં 21 દિવસો માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનને કારણે કોમોડિટી એક્સચેન્જનો ટ્રેડિંગ સમય ઘટાડી દેવાયો છે. દેશના વાયદા બજારોમાં હવે સાંજે 5 વાગ્ય સુધી જ કારોબાર થશે. કોમોડિટી અને કોમોડિટી ડેરીવેટિવ્સનો ટ્રેડિંગનો સમય ઘટાડવાનો નિર્ણય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi) દ્વારા લેવામાં આવ્યો છે. સેબીના આ નિર્ણય બાદ દેશના સૌથી મોટા વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ (MCX) સહિત અનેક એક્સચેન્જોએ તમામ કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય ઘટાડીને સાંજે 5 વાગ્યા સુધી કરી દીધો છે.
ટ્રેડિંગના સમયમાં બદલાવ બાદ હવે એમસીએક્સ પર કારોબારની શરૂઆત સવારે 9 વાગ્યાથી થશે, જ્યારે કે ક્લોઝિંગ સાંજે 5 વાગ્યે થશે. આ પહેલા એમસીએક્સ પર કેટલાક કોમોડિટીમાં રાત્રે 11.55 સુધી, જ્યારે કે કેટલાક રાત્રે 9 વાગ્યા સુધી પણ ટ્રેડિંગ ચાલતુ હતું. એમસીએક્સ પર ટ્રેડિંગના સમયમાં બદલાવ 30 માર્ચથી લાગુ પડશે.
વડોદરામાં તંત્રનો મોટો નિર્ણય, 14 ના બદલે 28 દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવુ પડશે
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 694 કેસ સામે આવ્યા છે. જેમાંથી 16 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઈટના અનુસાર, દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી 694 કેસની પુષ્ટિ થઈ છે. જેમાંથી 647 ભારતીયો છે, તેમજ 47 વિદેશીઓ સામેલ છે. દેશમાં કોરોના વાયરસથી પીડિત 45 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5 લાખ પર પહોંચી ગઈ છે. તેમજ 22000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો સાથે જ જે દર્દીઓ કોરોના વાયરસના સંક્રમણ બાદ સાજા થયા હોય તેનો આંકડો અંદાજે 1.21 લાખ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે