હવે WhatsAppથી પણ ચેક કરી શકાશે PNR સ્ટેટસ, આવી રીતે કરો ચેક
PNR સ્ટેટસ ચેક કરવાનું કામ મહત્વનું પણ ઝંઝટભર્યું છે
Trending Photos
મુંબઈ : સામાન્ય રીતે રેલવેના પ્રવાસીઓને જો વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ મળી હોય તો એવા માટે પીએનઆર સ્ટેટસ જાણવું થોડું ઝંઝટભર્યું હતું. આ માટેયાત્રીઓએ રેલવે રિઝર્વેશન ઇન્ક્વાયરી નંબર 139 પર કોલ કરવો પડતો હતો અથવા તો IRCTCની વેબસાઇટ ચેક કરવી પડતી હતી.
યાત્રીઓની આ અસુવિધાને ધ્યાનમાં લેતાં ભારતીય રેલવેએ તાજેતરમાં જ એક ઓનલાઇન ટ્રાવેલ વેબસાઇટ ‘MakeMy Trip’ સાથે ભાગીદારી કરી છે. આ પાર્ટનરશીપનો ઉદ્દેશ યાત્રીઓને તેના પીએનઆર સ્ટેટસ, લાઇવ ટ્રેન સ્ટેટસ અને અન્ય જાણકારીઓ તેમના સ્માર્ટફોન પર સુધી પહોંચાડવાનો છે.
કઈ રીતે ચેક કરાય પીએનઆર સ્ટેટસ?
- તમારા સ્માર્ટફોનમાં Dialer એપ ખોલો
- 7349389104 નંબરને ટાઇપ કરો અને તેને પોતાના કોન્ટેક્ટ્સમાં એડ કરો.
- નંબર સેવ કર્યા બાદ પોતાના ફોનમાં વૉટ્સએપ ખોલો અને કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરો.
- સેવ કરવામાં આવેલા કોન્ટેક્ટને સર્ચ કરો અને ચેટ વિન્ડોને ઓપન કરીને તેના પર ટેપ કરો.
- લાઇવ ટ્રેન સ્ટેટસ ચેક કરવા માટે તમારો ટ્રેન નંબર મોકલો અને તમારો પીએનઆર સ્ટેટસ ચેક કરવા માટે તમારો પીએનઆર નંબર એન્ટર કરો.
- તે પછી મેકમાય ટ્રિપ તમારી ટ્રેનનું રિયલ ટાઇમ સ્ટેટસ અથવા તમારા પીએનઆરનું બુકિંગ સ્ટેટસ મોકલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે