લોકસભાની ચૂંટણી પહેલાં મોટી ભેટ, અહીં 15 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Petrol-Diesel Price: કેન્દ્ર સરકારે શુક્રવારે (15 માર્ચે) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
Trending Photos
Lakshadweep Petrol-Diesel Price Reduced: કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે વધુ એકવારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. લક્ષદ્વીપના એંડ્રોટ અને કાલપેની દ્વીપમાં 15.3 રૂપિયા અને કવરત્તી અને મિનિકોયમાં 5.2 રૂપિયા પ્રતિ લીટરના દરથી ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તેની જાણકારી આપી છે.
સરકાર તરફથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે થોડીવારમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ જશે. તેના થોડીવાર પહેલાં સરાકે ઇંધણની કિંમતો ઘટાડવાની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણીની તારીખો શનિવારે (16) માર્ચે બપોરે કરવામાં આવશે. સરકારે શુક્રવારે (15 માર્ચે) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
As informed by @IndianOilcl, price of both petrol & diesel has been reduced by Rs 15.3/litre for Andrott and Kalpeni islands and Rs 5.2/litre for Kavaratti and Minicoy in the Lakshadweep islands, effective today.
In Lakshadweep, IOCL is supplying petrol and diesel to four…
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 16, 2024
PM મોદી લક્ષદ્વીપના લોકોને માને છે પરિવાર: હરદીપ પુરી
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 'લક્ષદ્વીપના લોકો માટે સારા સમાચાર છે. એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોયમાં રૂ. 5.2 પ્રતિ લિટરનો ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે 'પહેલા નેતા પરિવાર સાથે રજા માણવા માટે અહીં આવતા હતા અને જતા રહેતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાં નેતા છે જેમણે લક્ષદ્વીપવાસીઓને પોતાનો પરિવાર માન્યો છે.'
દેશભરમાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
તો બીજી તરફ ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગૂ થવાના એક દિવસ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ બે વર્ષથી સ્થિર છે. જાહેર ક્ષેત્રના ઇંધણ રિટેલર્સ તરફથી પ્રાઈસ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 ની સરખામણીમાં હવે રૂ. 94.72 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત રૂ. 89.62ને બદલે રૂ. 87.62 થઇ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે