Edible oil: હવે ખાવાના તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રએ 2 વર્ષ માટે ખતમ કરી કસ્ટમ ડ્યૂટી

Edible oil: સરકારનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટથી ઘરેલૂ કિંમતોમાં નરમી આવશે અને ફુગાવાને કંટ્રોલ કરવામાં મદદ મળશે. 

Edible oil: હવે ખાવાના તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રએ 2 વર્ષ માટે ખતમ કરી કસ્ટમ ડ્યૂટી

નવી દિલ્હીઃ દેશમાં ખાવાના તેલની વધતી કિંતમને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે સોયાબીન તેલ અને સનફ્લાવર તેલ પર કસ્ટમ ડ્યૂટી અને એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેપલોપમેન્ટ સેસથી છૂટ આપી છે. સરકારે આ નિર્ણય હેઠળ બે વર્ષ સુધી બંને તેલના 20-20 લાખ ટનની આયાતની મંજૂરી આપી છે. મહત્વનું છે કે દેશમાં તેલના ભાવ વધારાથી જનતા પરેશાન છે. પરંતુ હવે સરકારના નિર્ણય બાદ લોકોને રાહત મળી શકે છે. 

નાણામંત્રાલયનું નોટિફિકેશન
કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી મંગળવારે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તે પ્રમાણે વાર્ષિક 20 લાખ ટન સોયાબીન અને સૂરજમુખી તેલ પર નાણાકીય વર્ષ 2022-23 અને 2023-2024માં કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવશે. નહીં. સરકારનું માનવુ છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં આ છૂટથી ઘરેલૂ કિંમતમાં ઘટાડો થશે અને ફુગાવાને કાબુમાં કરવામાં મદદ મળશે. 

This will provided significant relief to the consumers. pic.twitter.com/jvVq0UTfvv

— CBIC (@cbic_india) May 24, 2022

સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સે એક ટ્વીટમાં લખ્યું- આ નિર્ણય ઉપભોક્તાઓને મહત્વપૂર્ણ રાહત આપશે. ઉલ્લેખનીય છે કે સરકારે તેલની વધતી કિંમતો વચ્ચે પાછલા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સ્ટીલ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં ઉપયોગ થનાર કેટલાક કાચા માલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી હટાવવાનો નિર્ણય કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news