સાવધાન! ઝેરી હોઈ શકે છે તમારૂ સેનેટાઇઝર, પ્રથમવાર સીબીઆઈએ જાહેર કર્યું એલર્ટ


સીબીઆઈને ઇન્ટરપોલ પાસેથી મળેલી જાણકારીના આધાર પર દેશભરમાં પોલીસ અને કાયદો લાગૂ કરનારી એજન્સીઓને એલર્ટ કરી છે કે ઘણા એક ગેંગ ઝેરી મિથેનોલથી બનેલ સેનેટાઇઝર વેચી રહી છે.

સાવધાન! ઝેરી હોઈ શકે છે તમારૂ સેનેટાઇઝર, પ્રથમવાર સીબીઆઈએ જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ  (Coronavirus)થી બચાવ માટે મોટાભાગના ડોક્ટર હેન્ડ સેનેટાઇઝર (Hand Sanitizer)નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. પરંતુ ક્યારેય આ સેનેટાઇઝર તમારા બચાવની જગ્યાએ ખતરનાક સાબિત થઈ શકે છે. સેન્ટ્ર બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ પ્રથમવાર એલર્ટ જારી કરીને કહ્યું કે, દેશમાં જે સેનેટાઇઝર વેચાઇ રહ્યાં છે તે ખતરનાક ઝેર છે. તેનાથી લોકોના જીવને ખતરો હોઈ શકે છે. 

સેનેટાઇઝરમાં થઈ રહ્યો છે મેથેનોલનો ઉપયોગ
સીબીઆઈને ઇન્ટરપોલ પાસેથી મળેલી જાણકારીના આધાર પર દેશભરમાં પોલીસ અને કાયદો લાગૂ કરનારી એજન્સીઓને એલર્ટ કરી છે કે ઘણા એક ગેંગ ઝેરી મિથેનોલથી બનેલ સેનેટાઇઝર વેચી રહી છે. તો અન્ય એક ગેંગ કામ કરી રહી છે જે ખુજને પીપીઈ અને કોવિડ-19 સાથે જોડાયેલ મેડિકલ  સપ્લાયર્સ જણાવે છે. આ જાણકારી સોમવારે અધિકારીઓએ આપી હતી. 

ખતરનાક છે આવા સેનેટાઇઝરનો ઉપયોગ
અધિકારીઓએ જણાવ્યું કે, વૈશ્વિક પોલીસ સહયોગ એજન્સી ઇન્ટરપોલે જાણકારી આપી છે કે મિથેનોલનો ઉપયોગ કરી નકલી હેન્ડ સેનેટાઇઝર બનાવવામાં આવી રહ્યાં છે. મિથેનોલ ખુબ ઝેરીલો પદાર્થ હોય છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 દરમિયાન ઝેરી હેન્ડ સેનેટાઇઝરના ઉપયોગ વિશે બીજા દેશો પાસેથી પણ સૂચના પ્રાપ્ત થઈ છે. એક અધિકારીએ જણાવ્યું, મિથેનોલ ખુબ ઝેરી હોઈ શકે છે અને માનવ શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

કાચા તેલની કિંમતોમાં ઘટાડા છતાં સતત 10માં દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

છેતરપિંડીના પણ આવી રહ્યાં છે નવા મામલા
અધિકારીઓએ કહ્યું કે, ઇન્ટરપોલ પાસેથી સૂચના મળતા સીબીઆઈએ સીધા પોલીસ અધિકારીઓને સતર્ક કર્યા છે કે ગેંગને લઈને સતર્ક રહે જે આ રીતે પૈસા કમાવામાં લાગી છે. ઇન્ટરપોલનું મુખ્યાલય લૉયનમાં છે અને ભારતમાં તેની સાથે તાલમેલ કરવાની જવાબદારી સીબીઆઈની પાસે છે. 

તેમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારીની ઝપેટમાં વિશ્વ આવવાથી અને વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન થવાની વચ્ચે ઘણા સંગઠિત અપરાધી સમૂહ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉભરી આવ્યા છે અને ગેરકાયદેસર ગતિવિધિઓથી ધન કમાઇ રહ્યાં છે અને કોવિડ 19 સાધનોની કંપનીઓના પ્રતિનિધિ બંનીને છેતરપિંડી કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news