ગાડીના રજિસ્ટ્રેશન અથવા ફિટનેસ માટે તમારે આપવી પડશે આ ખાસ ડીટેલ્સ, આદેશ જારી

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં તેમને ગાડીઓના રજિસ્ટ્રેશન કરવા અથવા ફીટનેસ સર્ટિફિકેટની ઇસ્યુ કરતી વખતે વાહનમાં લાગેલા ફાસ્ટાગ (Fastag) વિશેની માહિતી મેળવવા સૂચના આપી છે. મંત્રાલયે એનઆઈસી (NIC)ને એક પત્ર લખ્યો છે. આ પત્રની એક નકલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે વાહન (Vahan) પોર્ટલની સાથે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) ને સંપૂર્ણ રીતે એકીકૃત કરવામાં આવ્યું છે અને તે 14 મેના રોજ API સાથે લાઇવ થઈ ગયું છે.
ગાડીના રજિસ્ટ્રેશન અથવા ફિટનેસ માટે તમારે આપવી પડશે આ ખાસ ડીટેલ્સ, આદેશ જારી

નવી દિલ્હી: માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં તેમને ગાડીઓના રજિસ્ટ્રેશન કરવા અથવા ફીટનેસ સર્ટિફિકેટની ઇસ્યુ કરતી વખતે વાહનમાં લાગેલા ફાસ્ટાગ (Fastag) વિશેની માહિતી મેળવવા સૂચના આપી છે. મંત્રાલયે એનઆઈસી (NIC)ને એક પત્ર લખ્યો છે. આ પત્રની એક નકલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે વાહન (Vahan) પોર્ટલની સાથે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) ને સંપૂર્ણ રીતે એકીકૃત કરવામાં આવ્યું છે અને તે 14 મેના રોજ API સાથે લાઇવ થઈ ગયું છે.

FASTagનું ફિટમેન્ટ એ સુનિશ્ચિત કરવા માટે છે કે, નેશનલ હાઇવે ફી પ્લાઝા પસાર કરનારા વાહનો FASTag ચુકવણીના ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરે અને રોકડ ચૂકવવાથી બચી જાય છે. 2017માં એમ અને એન કેટેગરીના વાહનો વેચવાના સમયે નવા વાહનોમાં FASTagની ફીટ આવશ્યક હતી. પરંતુ બેંક ખાતા સાથે લિંક કરવાનો ગ્રાહકો ઇનકાર કરી રહ્યા હતા. આ વસ્તુની તપાસ હવે કરવામાં આવશે.

એનએચ ટોલ પ્લાઝા પરની COVIDના પ્રસારની સંભાવનાઓને ઘટાડવા માટે FASTagનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહન આપી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news