આ બેંકે પણ ઘટાડ્યા વ્યાજ દર, કોરોના સંકટમાં લોકોને મળી મોટી રાહત

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ હવે દેશની તમામ સરકારી અને ખાનગી બેંક તેમના ગ્રાહકોને લોનના વ્યાદ દરમાં ઘટાડો કરી રહી છે. તેનાથી કોરોના કાળમાં લોકોને મોટી રાહત મળી રહી છે.

આ બેંકે પણ ઘટાડ્યા વ્યાજ દર, કોરોના સંકટમાં લોકોને મળી મોટી રાહત

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ હવે દેશની તમામ સરકારી અને ખાનગી બેંક તેમના ગ્રાહકોને લોનના વ્યાદ દરમાં ઘટાડો કરી રહી છે. તેનાથી કોરોના કાળમાં લોકોને મોટી રાહત મળી રહી છે.

શનિવારના એક કેનરા બેંકે તેના રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં પણ 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. આ દર રવિવાર 7 જૂનથી પ્રભાવી થઈ ગયા છે. નવા વ્યાજના દર 6.90 ટકા થઈ ગયા છે.

આ બેંકોએ પણ ઘટાડ્યા લોનના વ્યાજ દર
હાલમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને યૂકો બેંકે રેપોથી જોડાયેલી લોન પર વ્યાજ દરોમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ રેપો રેટથી જોડાયેલી તમામ લોનના વ્યાજ દરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. તે પણ 8 જૂનથી પ્રભાવી થશે. ત્યારબાદ એક વર્ષના સમયગાળાના ઋણ પર વ્યાજ દર 7.90 ટકાથી ઘટીને 7.70 ટકા થયો છે. ત્યારે 6 મહિનાના સમયગાળાના ઋણ પર વ્યાજ દર 7.50 ટકા થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news