ખૂબ જ ઓછા પ્રિમિયમ પર મળી રહ્યું છે 5 લાખનું કોરોના કવર, આ બેંકે નિકાળી ખાસ પોલિસી
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સારવાર માટે વીમા કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી Corona Kavach Policy લોકો માટે વરદાન સાબિત થશે. વીમા કંપનીઓ ઉપરાંત હવે બેંક પણ આ પોલિસીને વેચી રહી છે. આ માટે બેંક વીમા કંપનીઓની સાથે ભાગીદારી કરી રહી છે.
Canara Bankએ તાજેતરમાં ત્રણ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. આ ત્રણ કંપનીઓમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, બજાજ આલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને HDFC અર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સ સામેલ છે.
આટલું મળશે કવર
આ પોલિસી અંતર્ગત વ્યક્તિ ન્યૂનતમ 50,000 રૂપિયાથી લઇને 5 લાખ સુધીનો વીમો કરાવી શકે છે. આ પોલિસી વ્યક્તિગત અથવા પરિવાર માટે ખરીદી શકે છે. આ બીમારીની સારવાર દરમિયાન હોસ્પિટલ બેડના ભાડાની સીમા નક્કી નથી અને તેને ઘર પર રહી 15 દિવસ સારવાર માટે પણ ઉપયોગ કરી શકો છો. આ પોલિસી હેઠળનો વીમા સમયગાળો મહત્તમ સાડા નવ મહિનાનો રહેશે.
તમને જણાવી દઇએ કે વીમા નિયામક IRDAIએ ઇન્સ્યોરન્સ કંપનીઓથી Corona Kavachના ગ્રુપ ઇન્સ્યોરન્સમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેનાથી કંપનીઓ Corona Kavach પોલિસીને ગ્રુપ ઇન્સ્યોરન્સ તરીકે પણ રજૂ કરી શકશે. તેનો ફાયદો સીધી રીતે કોરોડો નોકરીયાત લોકોને થશે. તેનાથી સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને બીજા કારોબારી એકમોને તેમના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે વીમા કવર આપવામાં મદદ મળશે.
10 જુલાઇથી શરૂ થઇ પોલિસી
10 જુલાઇએ શરૂ થયેલી ટૂંકા ગાળાની વ્યક્તિગત કોરોના કવચ આરોગ્ય વીમા પોલિસીને સારો પ્રતિસાદ મળ્યો છે. તમામ 30 સામાન્ય વીમા કંપનીઓએ આ ટૂંકા ગાળાની નીતિની ઓફર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે