પાલતુ પ્રાણીને ટ્રેનમાં સાથે લઈ જઈ શકાય ? જવાબ સાંભળીને લાગશે નવાઈ, જાણો રેલ્વેનો આ નિયમ

Indian Railways: મોટાભાગના લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે ટ્રેનમાં પોતાની સાથે પાલતૂ પ્રાણીઓને લઈ જઈ શકાય કે નહીં ? જો પ્રાણીઓને લઈ જઈ શકાય તો તેના નિયમ શું હોય છે. તો ચાલો આજે તમને આ અંગે જાણકારી આપીએ.

પાલતુ પ્રાણીને ટ્રેનમાં સાથે લઈ જઈ શકાય ? જવાબ સાંભળીને લાગશે નવાઈ, જાણો રેલ્વેનો આ નિયમ

Indian Railways: ઘણા લોકોને પ્રાણી પાળવાનો શોખ હોય છે. મોટાભાગે લોકો કુતરા પાળે છે. ઘરમાં કોઈપણ પ્રકારનું પાલતુ પ્રાણી હોય તો લોકો તેની સંભાળ ઘરના સભ્યોની જેમ જ રાખતા હોય છે. થોડા સમયમાં આવા પ્રાણી ઘરના સભ્યો માટે ખાસ બની જાય છે. તેવામાં જ્યારે ફરવા જવાનું થાય ત્યારે મોટી સમસ્યા સર્જાય છે. કારણ કે ફરવા જવામાં ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે અને ત્યારે લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે ટ્રેનમાં પોતાની સાથે પ્રાણીઓને લઈ જઈ શકાય કે નહીં ? જો પ્રાણીઓને લઈ જઈ શકાય તો તેના નિયમ શું હોય છે. તો ચાલો આજે તમને આ અંગે જાણકારી આપીએ.

આ પણ વાંચો:

રેલવે ના નિયમ અનુસાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં તમે પોતાના પાલતુ પ્રાણીને સાથે રાખી શકો છો. જોકે તેના માટે તમારે બે બર્થ અથવા તો ચાર બર્થ વાળા આખા કોચને બુક કરાવવો પડશે. આ સિવાય સેકન્ડ એસી, એસી ચેર કાર અને સ્લીપર ક્લાસમાં પાલતુ પ્રાણીને લઈ જવાની પરમિશન નથી હોતી. આ સિવાય રાજધાની અને શતાબ્દી ટ્રેનના slr કોચમાં પણ પાલતુ પ્રાણી માટે બુકિંગ થતું નથી.

રેલવેની કેટલીક જ ટ્રેનોમાં પાલતુ પ્રાણી માટે બુકિંગ કરી શકાય છે. જે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ અથવા તો એસી ફર્સ્ટ ક્લાસના ડબ્બા હોય તો તેમાં પ્રાણી માટે બુકિંગ થાય છે. આ સિવાય એક્સપ્રેસ કે મેલ ગાડીમાં એસએલઆર કોચમાં ડોગ બોક્સમાં રાખીને તમે પાલતુ પ્રાણીને લઈ જઈ શકો છો. કૂતરાને ડોગ બોક્સમાં રાખીને સેકન્ડ ક્લાસ લગેજ અને બ્રેક વાનમાં પણ લઈ જઈ શકાય છે. 

જોકે ડોગ બોક્સમાં જે પ્રાણીને લઈ જવામાં આવે છે તેને ખવડાવવા પીવડાવવાની અને બધી જ જવાબદારી પ્રાણીના માલિકે નિભાવવી પડે છે. એ વાત પણ ધ્યાનમાં રાખવી કે એક ટ્રેનમાં માત્ર એક જ પ્રાણી માટે બુકિંગ થઈ શકે છે. આ બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે થાય છે. અને તેના માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા નથી હોતી. તેના માટે રેલવેને અલગથી ચાર્જીસ પણ આપવા પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news