Cabinet Decision: ટેક્સટાઈલ સેક્ટરને PLI સ્કીમ હેઠળ મળશે 10683 કરોડ
Cabinet Decision: કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો.
Trending Photos
નવી દિલ્હી: Cabinet Decision: કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો.
બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને આઈબી મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા નિર્ણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પીએલઆઈ સ્કીમથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને ગ્લોબલ રીતે કમ્પીટેટિવ બનાવવામાં મદદ મળશે. પીએલઆઈ સ્કીમથી 7.5 લાખ લોકોને સીધો ફાયદો થશે.
Union Cabinet has approved PLI Scheme for Textiles for MMF Apparel, MMF Fabrics & 10 segments/products of Technical Textiles with a budgetary outlay of Rs 10,683 crores: Govt of India
— ANI (@ANI) September 8, 2021
પિયુષ ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગ માટે જેટલા પગલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યા છે તે કદાચ જ પહેલા ઉઠાવાયા હશે. મને વિશ્વાસ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ દેખાડી શકશે. પિયુષ ગોયલે કહ્યું કે સમગ્ર વેલ્યુ ચેન, જેની Man Made Fiber અને Technical Textile માં જરૂર પડે છે. તેને પ્રમોટ કરવામાં આવશે. ફેબ્રિક ભારતમાં બને અને પ્રોસેસિંગ યુનિટ વધુ આવે તેના પર અમારી કોશિશ રહેશે.
Union cabinet increases MSP for rabi crops for marketing season 2022-23 pic.twitter.com/Q6JyNBSKm8
— ANI (@ANI) September 8, 2021
ખેડૂતોને આપી આ ભેટ
કેબિનેટે શેરડીના ખેડૂતો માટે 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ખરીદભાવને મંજૂરી આપી દીધી છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. કેબિનેટે માર્કેટિંગ સીઝન 2022-23 માટે રવિ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) એટલે કે ટેકાના ભાવમાં વધારો કર્યો. ઘઉ માટે MSP 1975 રૂપિયાથી વધારીને 2015 રૂપિયા કર્યો. આ MSP પર ઉત્પાદન ખર્ચના તેમના 100 ટકા ખેડૂતોને પાછા આવી જશે. ચણાની MSP વર્ષ 2022-23 માટે 5230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી. જે પહેલા 5100 રૂપિયા હતી. મસૂરની MSP 5100 રૂપિયાથી વધારીને 5500 રૂપિયા કરવામાં આવી. મસ્ટર્ડની MSP 4650 રૂપિયાથી વધારીને 5050 રૂપિયા કરવામાં આવી. કુસુમની MSP માં પણ 114 રૂપિયાનો વધારો કરાયો છે. હવે તે 5327 રૂપિયાથી વધીને 5441 રૂપિયા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે