જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામ
Isha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
Trending Photos
Reliance Retail : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સંતાનો હંમેશા ચર્ચામાં રહે છે. પહેલાં જીઓના સુપરફાસ્ટ બિઝનેસના સુપર સેટઅપને કારણે મુકેશ અંબાણીનો મોટો દિકરો આકાશ અંબાણી ચર્ચામાં રહ્યો. હમણાં થોડા સમય પહેલાં મુકેશ અંબાણીનો નાનો દિકરો અનંત અંબાણી જામનગરમાં પોતાના જાંજરમાન પ્રિવેડિંગના લીધે ચર્ચામાં આવ્યો. ત્યારે હાલમાં મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી પર સમાચારોમાં છવાઈ ગઈ. ગૌતમ અદાણી અને રતન ટાટા પણ જે કામ ના કરી શક્યા એ કામ ઈશા અંબાણીએ કરી બતાવ્યું. રિટેલ સેક્ટરમાં ઈશા અંબાણીની કંપની બની ગઈ દેશની સૌથી મોટી કંપની.
રિટેલ સેક્ટરમાં ઈશા અંબાણીનો ડંકોઃ
રિલાયન્સ રિટેલ કંપનીએ હાલમાં જબરદસ્ત પરફોમન્સ આપ્યું છે. FMCG ક્ષેત્રમાં તમામ મોટી કંપનીઓને પાછળ છોડીને રિલાયન્સ રિટેલ હવે બની ગઈ છે દેશની સૌથી મોટી રિટેલ ઉદ્યોગ કંપની. રિલાયન્સે તાજેતરમાં તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રિલાયન્સ રિટેલ કંપનીનો ગ્રોથ સૌથી વધુ રહ્યો હતો. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કુલ વેચાણ રૂ. 3 લાખ કરોડથી ઉપર ગયું હતું. તેમજ રિટેલ મામલે રિલાયન્સ રિટેલે દેશની મોટી કંપનીઓને પણ પાછળ છોડી દીધી હતી.
ઈશા અંબાણીની કંપનીએ અનેક કંપનીઓને છોડી પાછળઃ
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલે અને કંપનીએ અનેક મોટી કંપનીઓને પાછળ છોડીને વેચાણના મામલામાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. આંકડાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024માં રિલાયન્સ રિટેલનું કુલ વેચાણ 3 લાખ કરોડ રૂપિયા હતું. જે આઈટીસી, એચયુએલ, ડીમાર્ટ, નેસ્લે, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર અને ગોદરેજ કન્ઝ્યુમર સહિત ભારતની ટોચની 7 ગ્રાહક કંપનીઓ કરતાં વધુ હતું. ખાસ વાત એ છે કે આ આંકડો એવન્યુ સુપરમાર્ટના વેચાણના કદ કરતા લગભગ 5 ગણો વધારે હતો. જેણે ગયા નાણાકીય વર્ષના 3 ત્રિમાસિક ગાળામાં રૂ. 56,983 કરોડનું વેચાણ કર્યું હતું.
આસમાને પહોંચ્યું છે રિલાયન્સ રિટેલનું વેલ્યુએશનઃ
ઘણી બ્રોકરેજ કંપનીઓએ પહેલાથી જ રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન આસમાને પહોંચાડી દીધુ હતું. અનુમાન મુજબ, રિલાયન્સ રિટેલનું મૂલ્યાંકન 110 અબજ ડોલર એટલે કે 9 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જે ITC અને HUL જેવી મોટી FMCG કંપનીઓ ( FMCG companies ) કરતાં ઘણું વધારે છે. હાલમાં ITCનું માર્કેટ કેપ 5.49 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે HULનું મૂલ્ય 5.25 લાખ કરોડ રૂપિયા છે. એવન્યુ સુપરમાર્ટનું મૂલ્ય રૂ. 2.99 લાખ કરોડ છે. નેસ્લે ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. 2.39 લાખ કરોડ જોવા મળી રહ્યું છે. તો ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમરનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડથી થોડું વધારે છે. રિલાયન્સ રિટેલના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા પછી, ICICI સિક્યોરિટીઝે કંપનીનું મૂલ્યાંકન રૂ. 9 લાખ કરોડ આંક્યું હતું. જે નાણાકીય વર્ષ 2024 માટે તેનું વેચાણના ત્રણ ગણું હતું. આ મૂલ્યાંકન અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ દેવું 2.3 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે