Aadhar Updates: 'આધાર' અંગે સૌથી મોટો ધડાકો! આ તારીખ પછી નકામા થઈ જશે જૂના કાર્ડ?
Aadhar Updates: 10 વર્ષથી નથી અપડેટ કરાવ્યું આધાર; 14 જૂન પછી ક્યા ક્યા કામ નહીં કરી શકો, ખુદ UIDAIએ આપી મોટી ચેતવણી. જાણો શું આ સાચું છે કે, પછી અફવા?
Trending Photos
Aadhar Updates: દેશના સૌથી મહત્ત્વના આધાર પુરાવા પૈકીનો એક મજબુત પુરાવો એટલે આધાર કાર્ડ. હવે આધાર કાર્ડને લઈને પણ આવી ગયું છે મોટું અપડેટ. ઘણાં લોકો પાસે વર્ષોથી એકનું એક આધાર કાર્ડ છે અને તેમાં કોઈ માહિતી અપડેટ કરાઈ નથી. હવે આવી સ્થિતિમાં શું થશે,,શું એ આધાર કાર્ડ બંધ થઈ જશે...કે પછી નવું આધાર કાર્ડ બનાવવું પડે...આવા અનેક સવાલોના જવાબો મેળવવા જાણો આ માહિતી...જો તમે તમારું આધાર ઓનલાઈન અપડેટ કરશો તો જ તમને ફ્રી અપડેટની સુવિધા મળશે. પરંતુ તમારે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે.
- શું તમે પણ 10 વર્ષથી આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું?
- 10 વર્ષ જુના આધાર કાર્ડનું હવે શું કરવામાં આવશે?
- 14 જૂન સુધી તમે મફતમાં આધાર અપડેટ કરાવી શકો છો
- જો તમે ઓનલાઈ અપડેટ કરો છો તો તમારે કોઈ ચાર્જ આપવો પડશે નહીં
- જોકે તમે ઓફલાઈન આધાર સેન્ટર પર જઈને આધાર અપડેટ કરો છો તો નિયત ફી ચૂકવવી પડશે
દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી મફત અપડેટ સુવિધા:
જો તમે તમારું આધાર ઓનલાઈન અપડેટ કરશો તો જ તમને ફ્રી અપડેટની સુવિધા મળશે. પરંતુ તમારે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે. ઉદાહરણ તરીકે, જો આધાર કાર્ડમાં ફોન નંબર ઉમેરાયો નથી, તો તેના માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. આ કિસ્સામાં તમારે ચૂકવણી કરવી પડશે.
ઓનલાઈન આધાર અપડેટ પ્રક્રિયાઃ
UIDAI ના સેલ્ફ-સર્વિસ અપડેટ પોર્ટલની મુલાકાત લો. https://ssup.uidai.gov.in/ssup/
‘લોગિન’ પર ક્લિક કરો અને તમારો 12 અંકનો અનન્ય આધાર નંબર અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
પછી ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો અને તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો.
હવે સર્વિસ ટેબ હેઠળ ‘અપડેટ આધાર ઓનલાઈન’ પસંદ કરો.
હવે ‘પ્રોસિડ ટુ અપડેટ આધાર’ પર ક્લિક કરો અને તમે જે વિગતો બદલવા માંગો છો તેને પસંદ કરો.
આધાર કાર્ડમાં તમારું હાલનું નામ તમારી સ્ક્રીન પર દેખાશે.
તમે દસ્તાવેજો અપલોડ કરીને તમને જોઈતા કોઈપણ ફેરફારો કરી શકો છો.
આધાર અંગે સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે અફવાઃ
સોશિયલ મીડિયા પર એવા ઘણા સમાચાર આવી રહ્યા છે કે જો 10 વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ નહીં થાય તો 14 જૂન પછી તે કામ કરવાનું બંધ કરી દેશે. યુઆઈડીએઆઈએ વાયરલ થઈ રહેલા આ સમાચારની નોંધ લીધી છે અને સ્પષ્ટતા આપી છે. આધાર કાર્ડ બનાવતી સંસ્થાએ કહ્યું છે કે આવું કંઈ નહીં થાય. જો 10 વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ ન થાય તો પણ તે કામ કરતું રહેશે.
ક્યાંથી આવી અફવા?
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે 14 જૂનની આ વાત ક્યાંથી આવી વાસ્તવમાં, UIDAIએ કહ્યું છે કે આધાર કાર્ડને 14 જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે. પરંતુ આ પછી, જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડ અપડેટ કરે છે, તો તેણે ચૂકવણી કરવી પડશે. આ વાતનું વતેસર કરીને લોકોએ સોશિયલ મીડિયા પર આધાર અંગેના બીજા ખોટા મેસેજ ફરતા કરી દીધા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે