અદાણી પ્રકરણ બાદ LIC અને SBIમાં તમારી મૂડી કેટલી સુરક્ષિત? જાણો નિષ્ણાતનો મત
LICએ પહેલેથી જાહેરાત કરી દીધી છે કે અદાણીના સ્ટોક્સમાં તેનું રોકાણ લગભગ 30 હજાર કરોડનું છે. જ્યારે અદાણીના શેરોમાં તેના રોકાણની એબ્સોલ્યુટ વેલ્યૂ 40 હજાર કરોડ રૂપિયા છે. તેથી LICએ અદાણીમાં જે રોકાણ કર્યું તેના ત્રીજા ભાગનો નફો મળી ગયો છે. હજુ LIC પાસે 26 હજાર કરોડની કેશ છે તથા ક્લાયન્ટના ક્લેમ વગરના 21 હજાર કરોડ રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ અદાણીના શેરોમાં ભારે વેચવાલી છતાં LICએ આ ગ્રૂપના શેરોમાં 30 હજાર કરોડનો નફો કરી લીધો છે. SBIની કુલ લોન બુકમાં અદાણી જૂથનો હિસ્સો 0.90 ટકા જેટલો જ છે. અદાણી ગ્રૂપમાં પોતાના ડેટાને SBI 9થી 10 મહિનામાં રિકવર કરી શકે છે. કારણ કે તેનો RoE એટલે કે રિટર્ન ઓન ઈક્વિટી 10 ટકા કરતા વધુ છે. નિષ્ણાતોનો એક મત હંમેશાથી એવો પણ રહ્યો જ છેકે, બચત કરતા રોકાણ કરવામાં જ ફાયદો છે. જો બચત કરવા જશો તો તમારી મૂડીની વેલ્યૂ વધશે નહીં. જ્યારે રોકાણ કરવાથી પૈસો પૈસાને ખેંચશે.
હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ અદાણી જૂથના શેરોમાં 50 ટકા સુધી ઘટાડો થઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં અમુક શેર રિકવર થયા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અદાણી જૂથને કંઈ થઈ જાય તો LIC અને SBIમાં રહેલી તમારી મૂડીનું શું થાય?, અદાણી જૂથ સામે ગંભીર આરોપો થયા તેનાથી આ બંને કંપનીના શેર પણ ઘટ્યા હતા. સ્ટોક માર્કેટના જાણકારો કહે છે કે અદાણીના શેરોમાં ભારે વેચવાલી છતાં LICએ આ ગ્રૂપના શેરોમાં 30 હજાર કરોડનો નફો કરી લીધો છે. SBIએ પણ જાહેરાત કરી છે કે તેની કુલ લોન બુકમાં અદાણી જૂથનો હિસ્સો 0.90 ટકા જેટલો જ છે. SBI અદાણી ગ્રૂપમાં પોતાના ડેટને 9થી 10 મહિનામાં રિકવર કરી શકે છે કારણ કે તેનો RoE 10 ટકા કરતા વધુ છે.
તેવી જ રીતે તેમનું કહેવું છે કે LIC પાસે 26 હજાર કરોડની કેશ હાથમાં છે તથા 21 હજાર કરોડની રકમ માટે કોઈ ક્લેમ નથી આવ્યા. તેથી અદાણી ગ્રૂપના શેરોમાં LICનું રોકાણ શૂન્ય થઈ જાય તો પણ તે પોતાની પાસે રહેલી રોકડ તથા ક્લેમ થયા વગરની રકમ દ્વારા લોકોના રૂપિયા ચુકવી શકે છે. SBIએ જે લોન આપી છે તેમાં અદાણી જૂથનો હિસ્સો બહુ નાનો છે. SBIના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તેને મજબૂત કેશ ફ્લોનો ટેકો છે. બેન્કિંગ સેક્ટર માટે એકંદરે પોઝિટિવ વાતાવરણ છે.
LICએ પહેલેથી જાહેરાત કરી દીધી છે કે અદાણીના સ્ટોક્સમાં તેનું રોકાણ લગભગ 30 હજાર કરોડનું છે. જ્યારે અદાણીના શેરોમાં તેના રોકાણની એબ્સોલ્યુટ વેલ્યૂ 40 હજાર કરોડ રૂપિયા છે. તેથી LICએ અદાણીમાં જે રોકાણ કર્યું તેના ત્રીજા ભાગનો નફો મળી ગયો છે. હજુ LIC પાસે 26 હજાર કરોડની કેશ છે તથા ક્લાયન્ટના ક્લેમ વગરના 21 હજાર કરોડ રૂપિયા છે. તેથી અદાણીના શેરની વેલ્યૂ પાણી જેટલી થઈ જાય તો પણ LIC નફામાં રહેશે. કોઈ પણ સંજોગોમાં LIC તેના ક્લાયન્ટના રૂપિયા સરળતાથી ચુકવી શકશે. એક વાત યાદ રાખો કે LIC પાસે હાલમાં 45 હજાર કરોડથી વધારે કેશ પડી છે.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના એક્સપર્ટે કહ્યું કે SBI કરતા LIC થોડી વધારે જોખમી લાગે છે. કારણ કે તેની કુલ AUMનો એક ટકા હિસ્સે SBIમાં રોકાયેલો છે. LICએ બહુ નીચા ભાવે અદાણીના શેર ખરીદ્યા હશે, પરંતુ અદાણીના શેરોમાં હજુ વધારે ઘટાડો આવે તો તેની નબળાઈ વધશે. LICનો શેર પહેલેથી ઘણો ઘટ્યો છે. તેથી લોંગ ટર્મ રોકાણકારોને ગભરાવાની જરૂર નથી. હા, ટૂંકા ગાળામાં વોલેટિલિટીની શક્યતા નકારી શકાય નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે