શેર બજારમાં રિકવરીનો માહોલ, સેન્સેક્સ 84 પોઇન્ટ મજબૂત થયો
Trending Photos
મુંબઇ: એનબીએફસીની સ્થિતિ પર આશંકાઓ વચ્ચે નાણાકીય કંપનીઓમાં ઘટાડાથી શુક્રવારે શેર બજારમાં નરમાઇનું વલણ જોવા મળ્યું હતું. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ 52 પોઇન્ટની તેજી સાથે ખુલનાર સેન્સેક્સમાં થોડા સમય બાદ ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. અઠવાડિયા અંતિમ કારોબારી દિવસે સેન્સેક્સે 52.05 પોઇન્ટ ચઢીને 39,581.77ના સ્તર પર શરૂઆત કરી હતી. તો બીજી તરફ નિફ્ટીએ 22 પોઇન્ટ ચઢીને 11,865.20ના સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો. આ પહેલાં ગુરૂવારે સેન્સેક્સ 553.82 પોઇન્ટના ઘટાડા સાથે 39,529.72 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 177.90 પોઇન્ટ ઘટીને 11,843.75 પર બંધ થયો હતો.
દિવસભર લાલ નિશાન સાથે કારોબાર કરનાર શેર બજારમાં બપોર પછી રિકવરીનો ટ્રેંડ જોવા મળ્યો અને મુખ્ય સૂચકાંક ગ્રીન નિશાન સાથે કારોબાર કરતો જોવા મળ્યો. કારોબારી સત્ર દરમિયાન બપોરે 3 વાગે સેન્સેક્સ 84.39 પોઇન્ટ ચઢીને 39,614.11 ના સ્તર પર ટ્રેંડ કરતો જોવા મળ્યો. લગભગ તે સમયે નિફ્ટી 25.5 પોઇન્ટ ચઢીને 11869.25 ના સ્તર પર જોવા મળ્યો.
સવારે 200 પોઇન્ટ સુધી ઘટાડા સાથે કારોબાર કરી રહેલા સેન્સેક્સમાં બપોરના સમયે રિકવરી જોવા મળી હતી. કારોબારી સત્ર દરમિયાન બપોરે લગભગ 1.30 વાગે સેન્સેક્સ 29.22 પોઇન્ટ ઘટીને 39500.50ના સ્તર પર જોવા મળ્યો. લગભગ તે સમયે નિફ્ટી 7.3 તૂટીને 11836.45 પોઇન્ટના સ્તર પર જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે