આ ફ્રૂટના સેવનથી તમે રહી શક્શો હેલ્ધી, બજારમાં વધી રહી છે ડિમાન્ડ

ખાણીપીણીની વાનગીઓથી લઈને ફળો અને શાકભાજી સુધી, દરેક જગ્યાએ દરેક વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારી લોકો માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર પૂરું પાડે છે. જેના કારણે અહીં ઘણી વિદેશી વસ્તુઓએ પોતાનું સ્થાન બનાવી લીધું છે.

આ ફ્રૂટના સેવનથી તમે રહી શક્શો હેલ્ધી, બજારમાં વધી રહી છે ડિમાન્ડ

હાલના સમયમાં ગ્લોબલાઈઝેશનના કોઈ પણ વસ્તુ હવે એવી નથી જે એક જ જગ્યાએ મળે. ખાણીપીણીની વાનગીઓથી લઈને ફળો અને શાકભાજી સુધી, દરેક જગ્યાએ દરેક વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારી લોકો માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર પૂરું પાડે છે. જેના કારણે અહીં ઘણી વિદેશી વસ્તુઓએ પોતાનું સ્થાન બનાવી લીધું છે. આજકાલ બજારમાં વિદેશી ફળોની માગ પણ ઝડપથી વધવા લાગી છે. 

એવા ઘણા ફળો અને શાકભાજી છે જેની ખેતી પહેલા ભારતમાં નહોતી થતી, પરંતુ માગ વધવાના કારણે હવે અહીં તેની ખેતી કરવામાં આવી રહી છે. કિવી એવું જ એક ફળ છે. આજકાલ બજારમાં તેની માગ ખુબ વધી છે. અને તે ખૂબ ઊંચા ભાવે વેચાય છે. અમે તમને જણાવી દઈએ કે તમે કેવી રીતે કિવીની ખેતી શરૂ કરી શકો છો.

આ રાજ્યોમાં થાય છે કિવીની ખેતી
વિદેશી ફળોમાં કિવીની ખેતીથી થતા નફાએ ભારતીય ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. મુખ્યત્વે ચીનમાં તેની ઉપજ વધારે છે. ત્યાંના લોકો તેને ગૂસબેરીના નામથી પણ ઓળખે છે. ભારતમાં ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં કિવીની ખેતી મોટા પાયે શરૂ થઈ છે. નાગાલેન્ડ ઉપરાંત ઉત્તર-પૂર્વના અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ કિવીનો પાક મોટા પ્રમાણમાં ઉગાડવાનું શરૂ કર્યું છે. પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ નાગાલેન્ડ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન આપતું રાજ્ય છે.

લાખોની થાય છે કમાણી
કિવીના ધંધાર્થીઓના જણાવ્યા અનુસાર કિવીની ખેતીથી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરે છે. જો કોઈ ખેડૂત એક હેક્ટરના બગીચામાં કિવીની ખેતી કરે છે તો તેમાંથી 24 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી કરી શકાય છે. આજકાલ માર્કેટમાં તેની માગ ઘણી વધારે છે. ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીમાંથી બહાર આવવામાં કિવી ખૂબ જ મદદરૂપ છે. એટલા માટે ડોક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે. બજારમાં તેના એક ટુકડાની કિંમત 40-50 રૂપિયા સુધી છે.

રોગ પ્રતિકારક ક્ષમતા બનાવવામાં કારગર
કિવી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે. તેમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. કિવીમાં નારંગી કરતાં 5 ગણું વધુ વિટામિન સી હોય છે. મનુષ્યના શારીરિક વિકાસ સાથે સંબંધિત 20થી વધુ પોષક તત્વો તેમાં જોવા મળે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કિવીમાં તમામ પ્રકારના વિટામીન મળી આવે છે. એટલા માટે ઘણા લોકો તેનું નિયમિત સેવન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news