Budget 2023: નાણા મંત્રી સરકારી કર્મચારીઓને આપી શકે છે મોટી ભેટ, બજેટમાં થઈ શકે છે છપ્પરફાડ જાહેરાત

Union Budget 2023: કેન્દ્ર સરકારના કર્મચારી લાંબા સમયથી પગાર વધારવા સાથે જોડાયેલા ફિટમેન્ટ ફેક્ટરને વધારવાની માગણી કરી રહ્યા છે. કર્મચારી ફિટમેન્ટને 2.57થી વધારીને 3.68 કરવાની માગણી કરી રહ્યા છે. સરકારની આ માગણીને માનવાથી કર્મચારીઓની ન્યૂનતમ બેસિક પગાર 18,000થી વધારીને 26,000 થઈ જશે. એટલે સેલરીમાં સીધો 8000 રૂપિયાનો વધારો થઈ જશે.

Budget 2023: નાણા મંત્રી સરકારી કર્મચારીઓને આપી શકે છે મોટી ભેટ, બજેટમાં થઈ શકે છે છપ્પરફાડ જાહેરાત

Union Budget 2023 by Nirmala Sitaraman: આજે કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. સરકારી કર્મચારી આ બજેટમાં મોટી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. કર્મચારીઓને આશા છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં તેમની ત્રણ માગણી 18 મહિનાનું ડીએ, પગારમાં વધારો અને ફિટમેન્ટ ફેક્ટરને વધારવાની જાહેરાત કરી શકે છે. આ ત્રણ ડિમાન્ડ પૂરી થવાથી સરકારી કર્મચારીઓના પગારમાં ઘણો વધારો જોવા મળી શકે છે. 

ફિટમેન્ટ વધારી શકે છે સરકાર:
કેન્દ્ર સરકારના કર્મચારી લાંબા સમયથી પગાર વધારવા સાથે જોડાયેલા ફિટમેન્ટ ફેક્ટરને વધારવાની માગણી કરી રહ્યા છે. કર્મચારી ફિટમેન્ટને 2.57થી વધારીને 3.68 કરવાની માગણી કરી રહ્યા છે. સરકારની આ માગણીને માનવાથી કર્મચારીઓની ન્યૂનતમ બેસિક પગાર 18,000થી વધારીને 26,000 થઈ જશે. એટલે સેલરીમાં સીધો 8000 રૂપિયાનો વધારો થઈ જશે.

મોંઘવારી ભથ્થામાં વધારો:
સરકાર વર્ષમાં બે વખત 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ વખતે કર્મચારી આશા રાખી રહ્યા છે કે બજેટની સાથે સરકાર ડીએમાં પણ વધારો કરશે. સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ડીએને 4 ટકા વધારીને 38 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ વખતે આશા છે કે સરકાર ડીએમાં 3થી 4 ટકાનો વધારો કરી શકે છે. આવું થશે તો ડીએ વધીને 41થી 42 ટકા થઈ જશે.

18 મહિનાનું ડીએએ સરકાર આપશે:
કોરોના કાળમાં સરકારે 18 મહિનાનું ડીએ એરિયર આપ્યું ન હતું. સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના 18 મહિનાનું ડીએ કર્મચારીઓને આપ્યું ન હતું. સરકારે તેને ફ્રીઝ કરી દીધું હતું. તેના પછી સરકારે સીધું 1 જુલાઈ 2021ના રોજ ડીએમાં 11 ટકાનો વધારો કર્યો હતો. પરંતુ 18 મહિનાનું ડીએ વધવાનું કે આગળ વધારવા અંગે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહતી. કેન્દ્રના કર્મચારીઓને આશા છે કે સરકાર 18 મહિનાનું ડીએ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news