બજેટ પહેલાં મોદી સરકાર માટે ખરાબ સમાચાર, લાગ્યો મોટો ઝટકો

Budget 2020: સામાન્ય બજેટ રજુ થવામાં થોડો સમય બાકી છે ત્યારે સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. હકીકતમાં બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતનું મહેસુલી નુકસાન વધવાનું છે. 

બજેટ પહેલાં મોદી સરકાર માટે ખરાબ સમાચાર, લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી : દેશનું મહેસુલી નુકસાન ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં વધીને જીડીપીના 3.8 ટકા સુધી પહોંચી શકે છે. બજેટ પહેલાં આ સરકાર માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. સામાન્ય બજેટ રજુ થવામાં થોડો સમય બાકી છે ત્યારે સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. હકીકતમાં બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતનું મહેસુલી નુકસાન વધવાનું છે. 

રિપોર્ટ પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી 3.8 ટકા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5 જુલાઈ, 2019ના સામાન્ય બજેટમાં મહેસુલી નુકસાનને જીડીપીના 3.3 ટકા સુધી નિયંત્રીત રાખવાનું અનુમાન જાહેર કર્યું હતું. આ ગણતરી પ્રમાણે સરકારની ધારણા કરતા મહેસુલી નુકસાનમાં 0.5 ટકા સુધી વધારો થવાની આશંકા છે. 

બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝના રિપોર્ટ પ્રમાણે સરકાર આગામી બજેટમાં 2020-21 માટે મહેસુલી નુકસાનનું 3.5 ટકા લક્ષ્ય નક્કી કરી શકે છે. આ સિવાય બજેટમાં મુખ્યતવે ઇન્કમટેક્સ સ્લેબના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. વધતા મહેસુલી નુકસાનના કારણે કમાણી કરતા ખર્ચમાં વધારો થશે. હાલમાં ન્યૂઝ એજન્સી રોયટર્સે દાવો કર્યો છે કે 20 વર્ષોમાં પહેલીવાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો થવાનું અનુમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news