Budget 2020: ઇંશ્યોરન્સ સેક્ટરમાં જીવ ફૂંકવાની થઇ રહી છે તૈયારી, નાણામંત્રી આપી શકે છે ભેટ
દેશના વીમા ક્ષેત્ર આગામી બજેટમાં સરકાર પાસેથી ખૂબ આશાઓ લગાવીને બેઠા છે. ઇંશ્યોરન્સ સેક્ટર ગત કેટલાક મહિનાથી સરકારે પોતાની સમસ્યાઓથી માહિતગાર કરાવી રહ્યો છે. આ ક્ષેત્રના દર્દને સમજવા માટે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ઘણી જાહેરારો કરી શકે છે. સરકાર ઇંશ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઇ (FDI)ની સીમા 49% થી વધારીને 74% કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના વીમા ક્ષેત્ર આગામી બજેટમાં સરકાર પાસેથી ખૂબ આશાઓ લગાવીને બેઠા છે. ઇંશ્યોરન્સ સેક્ટર ગત કેટલાક મહિનાથી સરકારે પોતાની સમસ્યાઓથી માહિતગાર કરાવી રહ્યો છે. આ ક્ષેત્રના દર્દને સમજવા માટે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ઘણી જાહેરારો કરી શકે છે. સરકાર ઇંશ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઇ (FDI)ની સીમા 49% થી વધારીને 74% કરી શકે છે. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇંશ્યોરન્સ સેક્ટરને વધુ શાનદાર ભેટ આપી શકે છે.
FDIની સીમા વધારવાના અણસાર
કેન્દ્રીય નાણા મંત્રાલ્યમાં બજેટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે સરકાર ઇંશ્યોરન્સ સેક્ટરમાં જીવ ફૂંકવા માટે FDI ની સીમા વધારવા પર વિચાર કરી રહી છે. હાલની મંદીને જોતાં કેન્દ્રીય નાણા મંત્રી વિદેશી રોકાણને વધારી 74 ટકા કરવાની જાહેરાત કરી શકે છે. સરકાર ઘરેલૂ વીમા કંપનીઓ ઓનરશિપ કંટ્રોલને વિદેશી અને ભારતીય પ્રમોટરમાં બેલેન્સનો ઉલ્લેખ કરી શકે છે. આ પહેલાં 2015માં ઇંશ્યોરન્સમાં FDI સીમા 26% ટકાથી વધારીને 49% કરવામાં આવી છે.
ઇંશ્યોરન્સ સેક્ટરને થશે ફાયદો
જાણકારોનું કહેવું છે કે જો સરકારે બજેટમાં એફડીઆઇની સીમા વધારી દીધી તો ઇંશ્યોરન્સ ક્ષેત્રમાં તેજી આવી શકે છે. આ નાણાકીય વર્ષમાં તમામ ખાનગી વિમા કંપનીઓને લિક્વિડિટીની ખોટના લીધે મંદીનો સામનો કરવો પડ્યો છે. ઘણી કંપનીઓને વિસ્તાર માટે પૂંજીની જરૂર છે. એફડીઆઇ સીમા વધતાં વિદેશી કંપનીઓ ભારતમાં પૈસા લગાવી શકે છે. આ સાથે જ વિદેશી પ્લેયર્સ નવી પ્રોડક્ટ્સ અને નવી ટેક્નોલોજી ભારતમાં લાવી શકશે. આ ઉપરાંત નવી પૂંજી મળતાં ઇંશ્યોરન્સ સેક્ટરની પૂંજીમાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે