બેંકોના સ્વાસ્થમાં થશે સુધારો, મોદી સરકારે બજેટમાં તૈયાર કર્યો માસ્ટર પ્લાન

આજથી મોનસૂન સત્રની શરૂઆત થઇ છે. 5 જુલાઇના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલીવાર મોદી સરકાર 2.0 માટે બજેટ રજૂ કરશે. બજેટ પહેલાં આર્થિક મોરચા પર જેટલા પણ રિપોર્ટ આવ્યા છે, તે નકારાત્મક છે. બેરોજગારીની સમસ્યા ચરમ પર છે, રોકાણ ઘટી ગયું છે, વિકાસ દરમાં ઘટાડો આવ્યો છે, બેંકના ખજાના ખાલી થઇ રહ્યા છે, NPA નુ દબાણ વધી ગયું છે, મોનસૂન અત્યાર સુધી નબળું છે, મોંઘવારીએ પણ વધારો નોંધાયો છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે બેંકોને કેશની જરૂર છે. સરકાર આરબીઆઇ સરપ્લસ રિઝર્વ ઇશ્યૂ કરવાની માંગ કરી રહી છે. બેંકોના ખજાના ખાલી ન થાય, એટલા માટે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 
બેંકોના સ્વાસ્થમાં થશે સુધારો, મોદી સરકારે બજેટમાં તૈયાર કર્યો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: આજથી મોનસૂન સત્રની શરૂઆત થઇ છે. 5 જુલાઇના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલીવાર મોદી સરકાર 2.0 માટે બજેટ રજૂ કરશે. બજેટ પહેલાં આર્થિક મોરચા પર જેટલા પણ રિપોર્ટ આવ્યા છે, તે નકારાત્મક છે. બેરોજગારીની સમસ્યા ચરમ પર છે, રોકાણ ઘટી ગયું છે, વિકાસ દરમાં ઘટાડો આવ્યો છે, બેંકના ખજાના ખાલી થઇ રહ્યા છે, NPA નુ દબાણ વધી ગયું છે, મોનસૂન અત્યાર સુધી નબળું છે, મોંઘવારીએ પણ વધારો નોંધાયો છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે બેંકોને કેશની જરૂર છે. સરકાર આરબીઆઇ સરપ્લસ રિઝર્વ ઇશ્યૂ કરવાની માંગ કરી રહી છે. બેંકોના ખજાના ખાલી ન થાય, એટલા માટે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

જાણકારી અનુસાર બજેટ પહેલાં નાણા મંત્રાલય સરકારી બેંકોના પૂંજી આધાર પર મૂલ્યાંકન કરી રહી છે તેમણે નિયમ હેઠળ ન્યૂનતમ પૂંજીની શરતને પૂરી કરવામાં મદદ માટે ચાલુ નાણાકીય વર્ષના સામાન્ય બજેટમાં 30,000 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવી શકે છે. બજેટમાં વૃદ્ધિને તેજ કરવાનો પડકાર છે. તેમાં બેકિંગ ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. 

બેંકોને મજબૂત કરવાની દિશામાં આરબીઆઇ દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. નાની બેંકોના મર્જરની પ્રક્રિયા ઝડપી બની છે. સૂત્રોનું માનીએ તો જો સરકાર બેંક ઓફ બરોડાની માફક કેટલીક અન્ય બેંકોના મર્જર પર વિચાર કરી શકે છે તો તેના માટે વધારાની પૂંજીની જરૂર પડશે. તમને જણાવી દઇએ કે જ્યારે બેંક ઓફ બરોડામાં વિજયા અને દેના બેંકનું મર્જર કરવામાં આવ્યું હતું, તે સમયે સરકારે 5042 કરોડ રૂપિયાની પૂંજી નવી બેંકોમાં નાખી હતી. સરકારે ગત નાણાકીય વર્ષમાં સાર્વજનિક ક્ષેત્રનીએ બેંકોને 1,06,000 કરોડ રૂપિયાની પૂંજી ઉપલબ્ધ કરાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news