ખુશખબરી! બજેટના દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તમારા શહેરનો ભાવ

બજેટના દિવસે ઓઈલ કંપનીએ સામાન્ય માણસને ખુશખબરી આપી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં શુક્રવારે ઘટાડો જોવા મળ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલમાં 10 પૈસાનો ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.94 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. 

ખુશખબરી! બજેટના દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: બજેટના દિવસે ઓઈલ કંપનીએ સામાન્ય માણસને ખુશખબરી આપી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં શુક્રવારે ઘટાડો જોવા મળ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલમાં 10 પૈસાનો ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.94 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. તો બીજી તરફ ડીઝલના ભાવ 65.71 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 76.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 68.81 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. 

જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 68.33 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.62 રૂપિયા પ્રતિ લીટર

ગાંધીનગર
પેટ્રોલ: 68.53 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.82 રૂપિયા પ્રતિ લીટર

સુરત
પેટ્રોલ: 68.33 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.64 રૂપિયા પ્રતિ લીટર

વડોદરા
પેટ્રોલ: 68.06 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.35 રૂપિયા પ્રતિ લીટર

રાજકોટ
પેટ્રોલ: 68.16 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.47 રૂપિયા પ્રતિ લીટર

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news