અત્યાર સુધીની સૌથી ભીષણ મંદી જોશે ભારતઃ ગોલ્ડમેન સૈશ


દિગ્ગજ બ્રોકરેઝ કંપની ગોલ્ડમેન સૈશે આશંકા વ્યક્ત કરી કે કોરોના વાયરસ મહામારીને કારણે ભારત અત્યાર સુધીના સૌથી મોટી મંદીના સમયગાળામાંથી પસાર થશે. બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપીમાં 45 ટકાનો ઘટાડો નોંધાશે. 
 

અત્યાર સુધીની સૌથી ભીષણ મંદી જોશે ભારતઃ ગોલ્ડમેન સૈશ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી અને તેને રોકવા માટે કરવામાં આવેલા લૉકડાઉનથી વિશ્વભરની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ ક્રમમાં દિગ્ગજ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૈશે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોના વાયરસને રોકવા માટે આપવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનથી ભારતની અર્થવ્યવસ્થા પર વિનાશકારી અસર પડશે અને વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ઘરાવનાર દેશ અત્યાર સુધીની સૌથી ભીષણ મંદીના સમયમાંથી પસાર થશે. ૉ

જીડીપીમાં 45%નો ઘટાડો આવશે
ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વિકાસ દરમાં ગોલ્ડમેને પહેલાના અનુમાન 20 ટકાની તુલનામાં 45 ટકાનો ઘટાડો આવશે. ત્રીજા ક્વાર્ટરના 20 ટકાની મજતૂબ રિકવરી થશે, જ્યારે ચોથા ક્વાર્ટર તથા આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે વિકાસદરનું અનુમાન ક્રમશઃ -14% તથા -6.5% પર યથાવત રાખવામાં આવ્યું છે. 

અત્યાર સુધીની સૌથી મોટી મંદી
બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, ગોલ્ડમેન સૈશની અર્થશાસ્ત્રી પ્રાચી મિશ્રા તથા એંડ્રયૂ ટિલ્ટને 17 મેએ એક નોટમાં લખ્યું હતું કે, આ અનુમાનોનું તાત્પર્ય તે છે કે નાણાકીય વર્ષ 2021માં રિયલ જીડીપીમાં 5 ટકાનો ઘટાડો નોંધાશે, જેવો અત્યાર સુધી ભારતમાં કોઈપણ મંદીમાં જોવા મળ્યો નથી. 

લૉકડાઉન 31 મે સુધી વધ્યુ
દેશભરમાં કોરોના વાયરસના મામલામાં ઝડપી વધારા વચ્ચે ભારત સરકારે દેશવ્યાપી લૉકડાઉનને 31 માર્ચ સુધી વધારી દીધું છે, જ્યારે કેટલાક ખાસ ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા માટે પ્રતિબંધોમાં વધુ ઢીલ આપવાની જાહેરાત કરી છે. 

સરકારના આર્થિક પેકેજથી બજારમાં નિરાશા, સેન્સેક્સમાં 650થી વધુ પોઈન્ટનો ઘટાડો

ઇકોનોમીને 20 લાખ કરોડની મદદ
લૉકડાઉનને વધારવાની આ જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા છેલ્લા ચાર પાંચ વખતની પત્રકાર પરિષદમાં અર્થવ્યવસ્થાને 20 લાખ કરોડ ડોલરના પેકેજ આપવાની જાહેરાત બાદ લેવામાં આવ્યો હતો. અર્થવ્યવસ્થા માટે આ મદદ દેશના જીડીપીના 10 ટકા છે. 

મદદની તત્કાલ કોઈ અસર નહીં
ગોલ્ડમૈન સૈશના અર્થશાસ્ત્રીઓએ લખ્યુ, પાછલા કેટલાક દિવસોમાં વિભિન્ન સેક્ટરોમાં ઘણા સંરચનાત્મક સુધારાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારાની અસર મધ્યમ સમયગાળામાં જોવા મળશે અને આપણે તે વાતની આશા કરવી જોઈએ નહીં કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા તેની તત્કાલ અસર પડશે. મીડિયમ ટર્મ આઉટલુક પર પડનાર અસરને જોવા માટે આપણે તે ઉપાયોની શરૂઆત પર નજીકથી નજર રાખીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news