એક રાજ્યમાં આજે 9 રૂ. સસ્તું વેચાયું પેટ્રોલ-ડિઝલ, ઉમટી પડ્યા લોકો

પ્રજાએ મોદી સરકાર પાસે પણ આ પ્રકારની અપેક્ષા હોવાની ઉગ્ર લાગણી વ્યક્ત કરી હતી

એક રાજ્યમાં આજે 9 રૂ. સસ્તું વેચાયું પેટ્રોલ-ડિઝલ, ઉમટી પડ્યા લોકો

મુંબઈ : મહારાષ્ટ્રમાં રહેલા લોકોને આજે એક ખાસ ભેટ મળી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના જન્મ દિવસે રાજ્યમાં સસ્તું પેટ્રોલ વેચવામાં આવ્યું. જેના કારણે ઘણાં પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઇનો જોવા મળી. પોતાના 50માં જન્મદિવસ પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના પસંદગીના પેટ્રોલપંપ પર ટુ વ્હીલરવાળા વાહનો માટે પેટ્રોલની કિંમતોમાં 4થી 9 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. 

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, સવારે 8 વાગ્યાથી ઓછા ભાવે પેટ્રોલ વેચવામાં આવી રહ્યું હતું અને આ યોજના બપોર સુધી ચલાવવામાં આવી હતી. નોંધનીય છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારાના મુદ્દે રાજ ઠાકરેએ બીજેપી સરકારનો ખુલ્લોવિરોધ કરી રહ્યાં છે. તેમણે એક કાર્ટૂન પણ પોસ્ટ કર્યું હતું, જેમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામાન્ય માણસને હેરાન કરતા દેખાઇ રહ્યાં છે. 

મહારાષ્ટ્રમાં તો લોકોએ આ સસ્તા પેટ્રોલ માટે લાંબી લાઇનો લગાવી હતી. બપોર સુધી પેટ્રોલપંપોએ પણ રાજઠાકરેના જન્મદિવસના માનમાં પેટ્રોલ સસ્તું વેચાણ કર્યું હતું. પ્રજાએ મોદી સરકાર પાસે પણ આ પ્રકારની અપેક્ષા હોવાની ઉગ્ર લાગણી વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news