Edible Oil Price: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો

Edible Oil Price: વધતી મોંઘવારીના આ સમય વચ્ચે સામાન્ય લોકો માટે એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આયાતીત સસ્તા ખાદ્યતેલોના કારણે સ્થાનીય બજારોમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો.

Edible Oil Price: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો

Edible Oil Price: દેશમાં સતત વધતી મોંઘવારીના કારણે સામાન્ય માણસ સામે રોજ નવી સમસ્યા ઉભી હોય છે. રોજની જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ દિવસે અને દિવસે બધી રહ્યા છે. વધતી મોંઘવારીના આ સમય વચ્ચે સામાન્ય લોકો માટે એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આયાતીત સસ્તા ખાદ્યતેલોના કારણે સ્થાનીય બજારોમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મલેશિયા એક્સચેન્જ સોમવાર સુધી બંધ રહેશે જેના કારણે પામ અને પામોલીન તેલના ભાવમાં અપેક્ષા કરતાં વધારે ઘટાડો નોંધાયો છે. 

આ પણ વાંચો:

દિલ્હીની બજારોમાં પણ સરસવના તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બજાર સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં આ સ્થિતિ છે તો અન્ય રાજ્યોમાં હાલત વધારે ખરાબ થઈ શકે છે. જોકે સરકાર ખેડૂતો પાસેથી સમર્થન મૂલ્યમાં સરસવ ખરીદી રહી છે. પરંતુ તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે તેનાથી તેમને અને તેલ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. આવનારા સમયમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે કારણ કે દેશ આયાત પર 60 ટકા નિર્ભર હોવાથી પણ સ્થાનિક તેલીબિયાનો વપરાશ થતો નથી.

શનિવારે તેલના ભાવ

સરસવ -  5,000-5,100 પ્રતિ ક્વિન્ટલ

મગફળી - 6,805-6,865 પ્રતિ ક્વિન્ટલ

મગફળીની તેલ મિલ ડિલિવરી (ગુજરાત) - 16,710 પ્રતિ ક્વિન્ટલ.

મગફળી રિફાઇન્ડ તેલ - 2,540-2,805 પ્રતિ ટીન

સરસવનું તેલ દાદરી -  9,600 પ્રતિ ક્વિન્ટલ

મસ્ટર્ડ પાકી ઘની - 1,570 -1,640 પ્રતિ ટીન

મસ્ટર્ડ કાચી ઘની - 1,570 - 1,680 પ્રતિ ટીન

તલનું તેલ મિલ ડિલિવરી - 18,900 - 21,000 પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન તેલ ડીગમ (કંડલા) – 9000 પ્રતિ ક્વિન્ટલ

પામોલિન એક્સ (કંડલા) - 9400 પ્રતિ ક્વિન્ટલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news