કમરતોડ મોંઘવારી આવી : ગુજરાતમાં અદાણીનો CNG વધુ મોંઘો બન્યો, આજથી આટલા રૂપિયા ચૂકવવા પડશે

Adani CNG Price Hike : અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પહેલા સતત ત્રણવાર વધારો ઝીંક્યા બાદ ચોથીવારનો વધારો રીક્ષાચાલકો માટે આકરો બની રહ્યો છે
 

કમરતોડ મોંઘવારી આવી : ગુજરાતમાં અદાણીનો CNG વધુ મોંઘો બન્યો, આજથી આટલા રૂપિયા ચૂકવવા પડશે

CNG Price Hike અમદાવાદ : દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો. અદાણી દ્વારા અમદાવાદમાં એક જ માસમાં CNG 1.40 રૂપિયા મોંઘો થયો છે. આ સાથે જ આજનો નવો ભાવ 75.69 રૂપિયા છે. CNG ના ભાવમાં ફરીથી 30 પૈસાનો વધારો ઝીંકાયો છે. 

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ આ એક મહિનામાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથીવાર CNG માં વધારો કરાયો છે. હજી 5 જુનના રોજ જ 80 પૈસાનો વધારો કરાયો હતો, તેના બાદ ફરી ગુરુવારે 30 પૈસાનો વધારો ઝીંકાયો છે. આમ, એક માસની ગણતરી માંડીએ તો ચાર વારમાં 1.40 રૂપિયા વધારી દેવાયા છે. 

ક્યારે ક્યારે ભાવ વધારો કરાયો

  • 8 એપ્રિલ - 6.05 રૂપિયા 
  • 5 જુન - 80 પૈસા  
  • 17 જુન - 15 પૈસા 
  • 6 જુલાઈ - 30 પૈસા 

ગુજરાતના રાજકારણમા મોટા ફેરફારના સંકેત, આ દિગ્ગજ નેતાનુ નામ રાજ્યસભાની રેસમા ઉમેરાયુ

અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પહેલા સતત ત્રણવાર વધારો ઝીંક્યા બાદ ચોથીવારનો વધારો રીક્ષાચાલકો માટે આકરો બની રહ્યો છે. ગુરુવારે અદાણી દ્વારા ફરીથી ભાવ વધારાની જાહેરાત કરાતા રીક્ષાચાલકો અકળાયા છે. આ વખતે 30 પૈસાનો ભાવ વધારો કરાયો છે. ત્યારે આ સાથે અમદાવાદમાં સીએનજીનો ભાવ 75.69 પર પહોંચી ગયો છે. 

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news