ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો 24 કેરેટ શુદ્ધ સોનું, આ છે BharatPe ની નવી સ્કીમ

તહેવારોની સિઝન (Festive season) શરૂ થઇ ચૂકી છે. જો તમે ગોલ્ડ ખરીદવાનું વિચારી રહ્યા છે તો ભારતની સૌથી મોટી મર્ચન્ટ પેમેન્ટ કંપની BharatPe એ પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું છે.

ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો 24 કેરેટ શુદ્ધ સોનું, આ છે BharatPe ની નવી સ્કીમ

નવી દિલ્હી: તહેવારોની સિઝન (Festive season) શરૂ થઇ ચૂકી છે. જો તમે ગોલ્ડ ખરીદવાનું વિચારી રહ્યા છે તો ભારતની સૌથી મોટી મર્ચન્ટ પેમેન્ટ કંપની BharatPe એ પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું છે. BharatPe એ આ નવી સર્વિસ SafeGold સાથે મળીને શરૂ કરી છે. જોકે એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે ગ્રાહકોને 24 કલાક લો ટિકિટ સાઇઝ પર 24 કેરેટ ફિજિકલ ગોલ્ડની ખરીદી, વેચવા અને ડિલીવરીની સુવિધા આપે છે. 

BharatPe પેના નુસાર મર્ચન્ટ ભારતપે એપ વડે ક્યારેય પણ, ક્યાંથી પણ 99.5 ટકા શુદ્ધતાવાળું 24 કેરેટ સોનું ખરીદી અને વેચી શકો છો. ડિજિટલ ગોલ્ડ માટે BharatPe બેલેન્સ અથવા યુપીઆઇનો ઉપયોગ કરી શકાશે. BharatPe (ભારતપે) વધુ વિકલ્પમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડને પણ જોડશે. 

દિવાળી સુધી 6 કિલો સોનું વેચવાનો ટાર્ગેટ
BharatPe એ દિવાળી સુધી 6 કિલો સોનું વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. મર્ચન્ટ વૈશ્વિક બજારો સાથે લિંક સોનાની રિયલ ટાઇમ કિંમતોને જોઇ શકશે. સોનાની ખરીદી જીએસટી ઇનપુટ ક્રેડિટનો લાભ પણ મળશે. મર્ચન્ટ ફિજિકલ ગોલ્ડની ડિલીવરીનો વિકલ્પ પણ સિલેક્ટ કરી શકે છે. ડિજિટલ ગોલ્ડ વેચવા મર્ચન્ટને મળનાર રકમને BharatPe રજિસ્ટર એકાઉન્ટ અથવા પછી પોતાના બેંક એકાઉન્ટમાં સીધા લઇ શકો છો. 

લોન્ચના દિવસે જ વેચાઇ ગયું 200 ગ્રામ સોનું
BharatPeના અનુસાર પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડના લોન્ચિંગથી મર્ચન્ટને નાણાકીય પ્રોડક્ટની સંપૂર્ણ રેન્જ મળશે. BharatPeના ગ્રુપ પ્રેસિડેન્ટ સુહેલ સમીરે કહ્યું કે BharatPe પ્લેટફોર્મ પર ગોલ્ડને લોન્ચ કરવાને લઇને અમને મર્ચન્ટ રિકવેસ્ટ મળી હતી. અત્યારથી જ સારી પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોન્ચ દિવસે જ 200 ગ્રામ સોનું વેચી ચૂક્યા છે. તેમાં નવા ફીચર્સ જોડાયેલા છે. અમારો ટાર્ગેટ નજીકના ભવિષ્યમાં ડિજિટલ ગોલ્ડને એક મુખ્ય વર્ટિકલ રૂપમાં સ્થાપિત કરવાનો છે. નાણાકીય વર્ષ 2020-21માં 30 કિલો સોનું વેચવાનો ટાર્ગેટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news